તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 26th April 2025
બોટાદમાં દોરાધાગા, છુટાછેડા, સંતાન પ્રાપ્તિના નામે નાણા ખંખેરતા ભૂવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો
ભુવાએ છુટાછેડાના કિસ્સામાં ફરીયાદી પાસે 51 લાખ માંગ્યા :બોટાદ પોલીસે ભુવાની અટકઃયત કરી

બોટાદમાં દોરાધાગા, છુટાછેડા, સંતાન પ્રાપ્તિના નામે નાણા ખંખેરતા ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભુવો દિનેશ પરમાર અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવતો હતો. વિજ્ઞાન જાથાએ ભુવાના ઘરે જઇ પર્દાફાશ કર્યો હતો. લીમડીના જયેશ ડાભીએ ભુવા વિરુદ્ધ ફરીયાદ કરી હતી. ભુવાએ છુટાછેડાના કિસ્સામાં ફરીયાદી પાસે 51 લાખ માંગ્યા હતા. બોટાદ પોલીસે ભૂવાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
