News of Saturday, 26th April 2025
કચ્છના દરિયામાં ચરસના ૧૦ પેકેટ મળ્યા
ડ્રગ્સ દ્વારા ટેરર ફંડિંગનું નાપાક ષડયંત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભૂજઃ તા. ર૬, ફરી એકવાર ડ્રગ્સ સિન્ડિકેટ કાર્યરત થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. ગત અઠવાડિયે સૌરાષ્ટના દરિયામાંથી એટીએસ પોલીસ ટીમ સાથે કોસ્ટ ગાર્ડે લાખોનું ચરસ ઝડપી પાડ્યું હતું. જ્યારે ગઈકાલે કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી પોલીસને ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા હતા. અંગ્રેજીમાં ઝમન લખેલા અને લાલ લીટી સાથે એવન ક્વોલિટી એવું લખાણ ધરાવતા આ ૧૦ ચરસના પેકેટ ઉપર ૧૨૦૦ GM લખેલું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન ડ્રગ્સની દાણચોરી દ્વારા એકઠા કરાયેલા રૂપિયા ટેરર ફંડિંગ વપરાઈ રહ્યા હોવાનું સુરક્ષા એજન્સીઓનું માનવું છે.(૩૬-૬)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
