News of Saturday, 26th April 2025
વાંકાનેર રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરી આતંકવાદી હુમલાનો વિરોધ

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. ે વાંકાનેરમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ પર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા તેમના પરથી પસાર થાય જેથી પાકિસ્તાનનું સતત અપમાન થતું રહે તેવા ઉદ્દેશ સાથે પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મૂર્દાબાદ સ્લોગન લખી પાકિસ્તાનને એની ભાષામાં જવાબ દેવાની પણ માંગ યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેમાં મહેશ પંડ્યા, મેહુલ ઠાકોર, શિવાજી રાજગોર, મયુર ઠાકોર, દિપક રાજગોર, હરેશ માણસુરીયા, હિરેન બરેડિયા, હિરેન પનારા, અજય પનારા, સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આંતકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. (પ-રર)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
