<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મિત્રને મળીને ઘરે જઇ રહ્યો હતો ત્‍યારે ૨૮ વર્ષના જગદીશ ઋષીને રસ્‍તામાં કાળ ભેટયો

મોરબીની સરતાનપર ચોકડીએ ટ્રકે બાઇકને ઉલાળતાં નીચી માંડલના યુવાનનું મોતઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: જીવલેણ વાહન અકસ્‍માતની વધુ એક ઘટનામાં યુવાનનું મોત થયું છે. મોરબીની સરતાનપર ચોકડી પાસે ટ્રેક બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. તે મિત્રને મળીને પોતાના ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં કાળ ભેટી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નીચી માંડલ ગામે રહેતો જગદીશ સહદેવભાઇ ઋષી (ઉ.વ.૨૮) નામનો યુવાન રાતે અગિયારેક વાગ્‍યે બાઇક હંકારી ઘરે જતો હતો ત્‍યારે સરતાનપર ચોકડી મોટો સિરામીક પાસે પહોંચ્‍યો તે વખતે ટ્રકની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મૃત્‍યુ થયું હતું. જગદીશ મુળ બિહારનો વતની હતો અને બે ભાઇ તથા બે બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ,  તોૈફિકભાઇ જુણાચ અને  ભગીરથસિંહે બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી.

(12:22 PM IST)