News of Saturday, 26th April 2025
દેલવાડામાં યજ્ઞશાળાનું ભૂમિપૂજન

જુનાગઢઃ ગૃપ્તપ્રયાગ આશ્રમ દેલવાડા ખાતે ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ના હસ્તે યજ્ઞશાળાનું ભુમિ પૂજન કરાયું ઉના પાસે આવેલ અતિ પ્રાચિન તેમજ પૌરાણિક મંદિર આવેલ, જેનો ઉલ્લેખ સ્કંધ પૂરાણમાં પણ કરવામાં આવેલ છે તે ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં યજ્ઞ શાળાનું ભૂમિ પૂજન વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવેલ. આ તકે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂજય મુકતાનંદ બાપુ, સતાધાર ના મહંત વિજય બાપુ તથા ઉના મામલતદાર, ડે. કલેકટર તથા ભાવિકજનો સહિત હાજર રહેલ
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
