News of Saturday, 26th April 2025
પોરબંદરઃ ફિશીંગ વખતે માછીમારોને એલર્ટ રહેવા સુરક્ષા એજન્સીઓની ચેતવણી
આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક નહીં જવા અને શંકાસ્પદ બોટ કે ડ્રોન દેખાય તો સુરક્ષા એજન્સી તથા બોટ એસોસીએશનને જાણ કરવા સૂચના

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના કૃત્યના પગલે સરહદ ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ હોય દરિયામાં ફિશીંગ કરતા માછીમારોને એલર્ટ રહેવા સુરક્ષા એજન્સી દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોને ચેતવણી સાથે જણાવેલ કે માછીમારોએ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક ફિશીંગ માટે જવું નહીં દરિયામાં શંકાસ્પદ બોટ અને ડ્રોન ઉડતા દેખાય તો સુરક્ષા એજન્સી અને માછીમાર બોટ એસોસીએશનને જાણ કરવી.
ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોના બોટ સામે અપહરણના બનાવો બન્યા છે. પહેલગામમાં આતંકવાદીઓના હુમલા પછી વર્તમાન સ્થિતિમાં માછીમારોને ફિશીંગ કરતી વખતે સાવચેત રહેવા સુરક્ષા એજન્સી દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
