News of Saturday, 26th April 2025
અખાત્રીજે પવન ઉત્તર દિશાએથી ફુંકાય તો વર્ષ ઉત્તમઃ રમણીક વામજા
વાયવ્ય દિશાએથી પવન ફુંકાઈ તો સારા વરસાદના એંધાણ રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૬: આગામી ૩૦ એપ્રિલ બુધવારના રોજ અખાત્રીજ છે. આ દિવસે ઉત્તર દિશાએથી પવન ફુંકાય તો વર્ષ ઉત્તમ રહેશે. જુનાગઢ જિલ્લાના વંથલીના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય અને આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, અખાત્રીજના દિવસે વાયવ્ય દિશાએથી પવન વાય તો સારા વરસાદના એંધાણ રહેશે. જો પヘમિ દિશાએથી પવન ફૂંકાય તો વનરાઈઓ ખીલી ઊઠે તેટલો વરસાદ થાય. નૈઋત્ય પવન ફૂંકાય તો દુષ્કાળની શકયતા રહે. જો દક્ષિણ દિશાએથી પવન આવે તો તળાવ સુકાઈ અને અગ્નિ પવન વાય તો અનાજના કણ ન થાય. જ્યારે પૂર્વ દિશાએથી પવન ફૂંકાય તો અનાજ ઘાસનો અભાવ રહે પશુ હામી થાય અને રોગ પણ ફેલાઈ શકે. અને અખાત્રીજના દિવસે ઈશાન ભવન વાય તો તીડ, ઉંદર જંતુથી થકી પાકનો નાશ થઈ શકે.
રમણીક વામજાએ વધુમાં જણાવ્યું કે, અખાત્રીજના દિવસે સૂર્યાસ્ત સમયે વાદળા થાય તો વરસાદ સારો થાય, રોગ વધે. નેઋત્યમાં વાદળા થાય તો જુવાર ઘણી પાકે, વાયવ્ય વાદળા હોય તો બાજરો વધારે થાય અને સૂર્યાસ્ત સમયે પヘમિ તરફ વાદળ જણાય તો તમામ ધાન્ય સારા પ્રમાણમાં થાય.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર હોવાથી વરસ સારું થઈ શકે, આગામી તારીખ ૧લી મેથી ૪ મે દરમિયાન હવામાનમાં પલટો આવશે ગરમીનું ઙ્કમાણ વધશે અને માવઠું પણ થઈ શકે. તારીખ ૧૬ મેથી ૨૦ મે દરમિયાન કળતિકા નક્ષત્રમાં વરસાદના યોગ છે. ૨૯ મેથી પહેલી જૂન રોહિણી નક્ષત્ર હોવાથી ગરમીનું પ્રમાણ વધે અને સાથે વરસાદ પણ થાય. તા. ૧લી જૂનથી કેરળમાં ચોમાસુ શરૂ થશે. તારીખ ૬ જૂનથી ૮ જૂન અમરેલી ભાવનગરમાં વરસાદના યોગ છે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
