તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th April 2025
ચેક રિટર્ન કેસમાં સુરતના વેપારીને ચેકની ડબલ રકમ ચૂકવવા અને બે વર્ષની સજા ફટકારતી ભેંસાણ કોર્ટ

(કેતન ઓઝા દ્વારા)જેતપુર,તા.૨૬ : સુરત મુકામે રહી રાધે એમ્બ્રોડરી નામની પેઢી ચલાવતા વેપારી વિજયભાઈ ભગવાનભાઈ સાવલિયા ને પોતાના ધંધા નાં વિકાસ માટે રૂ.૨૨,૫૦ લાખ તેના મિત્ર હરેશભાઈ સલ્લા રહે ભેંસાણ પાસેથી હાથ ઉછીના લીધેલ અને તે બદલ પ્રોમિસરી નોટ લખી આપેલ,અને આ રકમની જવાબદારી પેટે લખેલ રૂ. ૪,૫૦ લાખ નાં અલગ અલગ ત્રણ ચેકની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી, જે અલગ અલગ ૩ કેસ ભેસાણ કોર્ટ માં ચાલી જતાં ફરિયાદી તરફે એડવોકેટ કૌશલ પદમાણી દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવેલ જે ધ્યાને લઈ ભેસાણનાં ચીફ જજ મહેતા દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવી બે વર્ષ ની સાદી કેદ અને ચેક રૂ.૪,૫૦ ની ડબલ રકમ રૂ.૯ લાખ બે માસમાં ચૂકવવા નો હુકમ કરેલ.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
