<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પરવાનો પૂરો થયા પછી હથિયાર જમા નહીં કરાવી પોતાના મિત્રને આપી દીધોઃ જૂનાગઢમાં નિવૃત આર્મીમેન સહિત બે મિત્રો પીસ્‍તોલ સાથે ઝબ્‍બે

 

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :..  જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજા સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવળતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્‍વયે આવી ગે.કા. પ્રવળતિ શોધી કાઢવા અને ગુન્‍હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્‍સ.શ્રી પી.સી.સરવૈયા તથા પોલીસ ઇન્‍સ.શ્રી એમ.વી.રાઠોડ તથા પો.સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય.

 એસ.ઓ.જીના પો.કોન્‍સ. રોહીતભાઇ ધાધલને  હકિકત મળેલ કે, રહીમ દીલાવર બેલીમ, રહે. મજેવડી દરવાજા, ચુનારા વાસ,  વાળો પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર હથીયાર રાખી, ચુનારા વાસના નાકા પાસે સાગર પાન વાળી ગલીમાં આંટા ફેરા કરે છે''જે   આધારે એસ.ઓ.જી ટીમ વોચમાં રહેલ બાતમી હકિકત વાળા ઇસમની અંગઝડતી કરતા તેના પેન્‍ટના નેફામાંથી એક પિસ્‍ટલ મળી આવેલ જેથી મજકૂરને સદરહુ પિસ્‍ટલ રાખવા બાબતે કોઇ આધાર પુરાવો નહિં હોવાનું જણાયેલ અને આ હથીયાર પોતાના મિત્ર શૈલેષભાઇ પરબતભાઇ કાબા, રહે. જૂનાગઢ વાળાનું હોવાનું તેમજ શૈલેષ પોતાને હથીયાર ગઇ કાલે  આપી ગયા હતા.

 તેની તપાસ કરતા તેણે પોતાની પાસે  આપી જતો રહેલ હોવાનું જણાવેલ બાદ એસ.ઓ.જી દ્રારા શૈલેષકુમાર પરબતભાઇ કાબા મળી આવતા ની પુછપરછ દરમ્‍યાન જણાવેલ કે, સદર પિસ્‍ટલ તથા જીવતા કાર્ટીસ પોતાના હોવાનું તથા પોતાની પાસે આ હથીયારનું લાયસન્‍સ હોવાનું જણાવેલ જે આ એકસપાયર થયેલ તે પછી કયારે પણ રીન્‍યુ કરેલ નથી જે હથિયાર નિયમ મુજબ પોલીસ પાસે જમા કરવાનું હોય છે પરંતુ જમા કરાવેલ નથી અને પોતે આર્મીમાં નોકરી કરતો હતો અને રીટાયર્ડ થયા બાદ પોતે લાયસન્‍સ રીન્‍યુ કરાવેલ નથી કે હથીયાર સરકારશ્રીમા જમા કરાવેલ નથી અને હથીયાર પોતાના મિત્રને આપી લાયસન્‍સની શરત ભંગ કરેલ હોય જેથી તુરંત જ બન્ને ને રાઉન્‍ડઅપ કરી પકડી પાડી જૂનાગઢ શહેર બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ. એમ.વી.રાઠોડ તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, જીતેન્‍દ્રસિંહ ચૌહાણ તથા પો.હેડકોન્‍સ અનિરૂધ્‍ધસિંહ વાંક, પરેશભાઇ ચાવડા, રવીકુમાર ખેર તથા પો.કોન્‍સ. રોહીતભાઇ ધાધલ, ભુપતસિંહ સિસોદીયા, વિસાલભાઇ ઓડેદરા તથા ડ્રા.હેડ કોન્‍સ.રાજુભાઇ ભેડા વિગેરે સ્‍ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

(2:05 PM IST)