<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પોરબંદરમાં ગેરકાયદે મકાન અંગે નોટીસ બાદ યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત

મહાનગરપાલિકાના અધિકારી વિનોદભાઇ બથિયાએ જણાવેલ કે ગેરકાયદે દબાણો હટાવવા લેખીત નોટીસો અપાઇ છે પરંતુ મરનાર યુવાનને લેખિત નોટીસ આપી નહોતી મરનારના ભાઇ રવિભાઇએ જણાવ્‍યું કે ગેરકાયદે મકાન અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ રૂબરૂ સુચના આપી ગયાં બાદ નોટીસ મોકલી હતી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬: આંબેડકરનગરમાં ગેરકાયદે મકાન દુર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટીસ મળ્‍યા બાદ ટેન્‍સનમાં આવી ગયેલ હરીશભાઇ દેવાભાઇ શીંગરખિયા (ઉ.વ.૩૭)એ ઘેર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આપઘાત કરનાર હરીશભાઇના સગાભાઇ રવિભાઇએ જણાવ્‍યું હતું કે, હરિશભાઇને ગેરકાયદે મકાન અંગે મહાનગરપાલિકા અધિકારીઓ ઘેર રૂબરૂ સુચના આપી ગયેલ અને પાછળથી નોટીસ મોકલી હતી. ત્‍યારપછી હરિશભાઇએ ગળાફાંસો ખાઇ લીધો હતો. નોટીસ બાદ હરિશભાઇ ગુમસુમ રહેતા હતાં.

મહાનગરપાલિકાના બાંધકામ અધિકારી વિનોદભાઇ બથિયાએ કહયું કે ગેરકાયદે દબાણ કરનારાઓને લેખિત નોટીસો મોકલવામાં આવે છે પરંતુ આપઘાત કરનાર યુવાનને લેખિત નોટીસ મોકલી નહોતી

(1:53 PM IST)