News of Saturday, 26th April 2025
ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ
ભાજપના મળતિયાઓની તુવેરની ટેકાના ભાવે ખરીદી: ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું તેઓ ખુલ્લી બજારમાં તુવેર વેચવા માટે મજબૂર બન્યા

રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.. વાત એમ છે કે સેટેલાઈટ સર્વે બાદ 800 ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જેઓએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાયું હતું. જેના કારણે ટેકાના ભાવે તુવેરનું વેચાણ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ભાજપના મળતિયાઓની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. તો બીજી તરફ જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું તેઓ ખુલ્લી બજારમાં તુવેર વેચવા માટે મજબૂર બન્યા છે.. સેટેલાઇટ સર્વેમાં 800 ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું હોવાનો અધિકારીએ પણ સ્વીકાર કર્યો છે.. 2 હજાર 361 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.. જોકે ખોટી રીતે સર્વે કરાયું હોવાનો અધિકારી પણ આક્ષેપ કરી રહ્યાં છે..
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
