<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મોરબીના સરતનપર રોડ ઉપર અકસ્માત યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ

મુળ બિહારના અને હાલ નીચી માંડલ ખાતે રહી મજુરી કરતા યુકવ ખટારાની હડફેટે આવતા મૃત્‍યુ થયેલ

મોરબીઃ મોરબીના સરતનપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ટ્રક ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવારમાં તેનુ મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતક યુવાનની પત્નીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ કયુંસેવન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજુબેન જગદીશભાઈ ઋષિ (22)એ હાલમાં ટ્રક નંબર જીજે 39 ટી 1603 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના પતિ જગદીશભાઈ સહદેવભાઈ ઋષિ (33) સાહેદ સુનિલભાઈનું બાઈક નંબર એમપી 37 ઝેડઇ 6412 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ છે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

(2:57 PM IST)