<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મોરબી ચેર રીટર્ન કેસમાં સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ

કોર્ટે ૬૦ દિવસમાં વળતર ચુકવવા આદેશ કર્યોઃ જો અમે કરવામાં કસુરવાન ઠરે તો વધુ ૯૦ દિવસની જેલ સજા

મોરબી : મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા.લી. પાસેથી માલ ખરીદીને અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક નામની ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા.હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા.લી. તરીકે ધંધો કરે છે.

તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ ઉધારીમાં ખરીદીને રૂ.૬૫ લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના ૨૫ લાખના બે ચેકો આપેલ હતા.જે પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થયેલ, જે બંને કેસો કોર્ટમાં ચાલી જતાં મોરબીના જ્યુડી.મેજી.ફ.ક. શ્રી સી.વાય.જાડેજા સાહેબની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવીને દરેક કેસમાં એક વર્ષની જેલ સજા તથા ચેકની બમણી રકમ રૂ.૫૦ લાખનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે.જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની વધુ જેલ સજા ફરમાવેલ છે.ફરિયાદી તરફે બી.એન.શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.

(3:07 PM IST)