<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગોંડલ યાર્ડમાં કેસરના 19,417 બોક્સની ધૂમ આવક

કેસર કેરીના ૧૦ કિલોના ૭૦૦ થી ૧૪૦૦ નો ભાવ બોલાયાઃ હાફુસ તથા બદામ કેરીની પણ આવક થઇ

ગોંડલઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં કેસર કેરીની બમ્પર આવક થઈ છે. આવો જોઈએ આજે કેટલી આવક થઈ અને શું ભાવ છે.

આજનો કેરીનો ભાવ શું છે?

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1400 રૂપિયા રહ્યો હતો. જયારે ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1000 રૂપિયા રહ્યો હતો. ઉપરાંત ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 750 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 16465 બોક્સ,  હાફુસ કેરીના 571  તથા બદામ કેરીના 2381 બોક્સની આવક થઈ હતી.

(3:32 PM IST)