News of Monday, 28th April 2025
હળવદના જૂના રાયસંગપરમા મહિલા ને ત્રણ શખ્સો એ લૂંટયા
રામદેવપીર મંદિર માંથી પણ રોકડ ચોરી ગયા

(દીપક જાની દ્વારા) હળવદ તા.ર૮: જુના રાયસંગપુર ગામે રહેતા બાવલભાઈ ધનાભાઈ દલવાડી રાત્રિના ઘરે સુતા હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યે ઘરનો દરવાજો કોઈ અજાણા શખ્સો દ્વારા ખખડાવામાં આવતા બાવલ ભાઈના વળદ્ધ પત્ની રૂખીબેન દરવાજો ખોલતાની સાથે જ ૩ શખ્સો દ્વારા આ વળધ્ધ મહિલાને બહાર ખેંચી લઈ તેઓના કાનમાં પહેરેલા બે તોલાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાખી છૂટીયા હતા.વધુમાં આ શખ્સો દ્વારા બાજુમાં આવેલ રામદેવપીર મંદિરે પણ દાનપેટીમાંથી રોકડની ચોરી ગયા છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના થયેલ લૂંટમાં ત્રણ શખ્સો હોવાનું ગામ લોકો કહી રહ્યા છે સાથે જ આ ત્રણેય શક્શો કાળા પથ્થરો લઈને આવ્યા હતા. વળદ્ધ મહિલા સાથે ઝપાઝપી કરી કાનમાં રહેલ સોનાના દાગીના ખેંચી લેતા મહિલાના કાનમાં ઈજાઓ પહોંચી છે સાથે જ તેને બચાવવા તેઓના પતી વચ્ચે પડતા તેઓ સાથે પણ ઝપાઝપી થઈ હતી. હાલ આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે. (૩પ.૧ર)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
