News of Monday, 28th April 2025
કચ્છમાં સ્પામાં કામ કરતી ૬ બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાઈ
ભારતના આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ કેમ બનાવાયા? સામાન્ય નાગરિકો માટે મુશ્કેલ સરકારી કામ બાંગ્લાદેશીઓ માટે સરળ???

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ :.. ગેરકાયદેસર ચાલતા સ્પા માં મસાજ પાર્લરના નામે વેશ્યાવળત્તિ સહિતના ગોરખધંધાનો અવારનવાર પર્દાફાશ થાય છે. જેમાં ઘણીવાર બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર પૂર્વ કચ્છ પોલીસે અંજાર ગાંધીધામ વચ્ચે આવેલ રહેણાંક વિસ્તાર મેઘપર બોરીચીના સંતકળપા સોસાયટીમાં બ્લેક બુદ્ધા અને બ્લેક રોઝ સ્પા માંથી ૬ બાંગ્લાદેશી યુવતીઓને ઝડપી પાડી છે. આ યુવતીઓ પાસેથી ભારતના આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. આજે સામાન્ય નાગરિકોને પોતાના આધાર કે ચૂંટણી અથવા રેશનકાર્ડમાં નાના મોટા ફેરફાર કરાવવા માટે સાત કોઠા વીંધવા પડે છે જ્યારે અન્ય દેશોના ઘૂસણખોર નાગરિકો આપણા દેશના આધાર, પાન, ચૂંટણી અને રેશન કાર્ડ આસાનીથી કેમ બનાવી લે છે? સરકારે ગદ્દાર ભારતીય એજન્ટોને દેશદ્રોહ હેઠળ જેલમાં પૂરી દેવાની જરૂરત છે. (પ-૧૦)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
