News of Monday, 28th April 2025
માંગરોળ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી કંકાણાના બાઈક સવાર આધેડનું મૃત્યુ
અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૨૮: માંગરોળ નજીકના શીલનાં નુનારડા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવાર આધેડનું મૃત્યુ નિપજ્યું હતું.
માંગરોળ તાલુકાના કંકાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા કેશવભાઈ ડાકી બાઈક લઈને કેશોદ તાલુકાના ચર ગામે રહેતા પિતરાઈ મોહનભાઈ લાલજીભાઈ મોકરીયાની વાડીએ ગયા હતા. જ્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના બાઈકને શીલ નજીકના નુનારડા ધાર ઉદાસીન આશ્રમ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં કેશવભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આધેડને મળત જાહેર કર્યા હતા. આ અકસ્માત અંગે મળતકના પુત્ર ખીમજીભાઈ ડાકીએ ફરિયાદ કરતા લેડી પીએસઆઇ એસ.એ.સોલંકીએ અકસ્માત બાદ નાસી છૂટેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.(૩૮.૧૬)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
