News of Monday, 28th April 2025
સોરઠમાં વાદળાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦ ડીગ્રી ઉપર તાપમાનથી લોકો અકળાયા
મહત્તમ તાપમાનનો પારો ૧૦ શહેરોમાં ઉંચે ચડી જતા બપોરના સમયે આકરા ઉનાળાનો અહેસાસ

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર ૧૦ શહેરોમાં થતા લોકો અકળાયા છે.
આ વર્ષનો ઉનાળો રાજકોટ માટે પ્રારંભથી જ ગરમ રહ્યો છે. એપ્રિલ માસમાં આ વર્ષે અમદાવાદ કરતા રાજકોટ ગરમ શહેર રહ્યું છે. મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે વિતેલા દિવસોમાં મોટાભાગે ગરમીનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જ રહ્યો છે. જેના કારણે લોકો આકરી ગરમીથી અકળાઈ ઉઠયા છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમજ બપોર ટાણે તો કફર્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે તો તાપમાન ૪૫ ડિગ્રીની નજીક પહોંચતા અંગ દઝાડતા તાપનો લોકોએ અહેસાસ કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થવાની શકયતા છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ૭ દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. તે સિવાય આજથી ૧ મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ પヘમિથી પヘમિ રહેશે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જૂનાગઢ સહિત સોરઠમાં બીજા દિવસે પણ વાદળો છવાઈ જતા સવારથી બફારોએ માઝા મૂકી હતી.
સપ્તાહના અંતિમ દિવસ રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન વધીને ૪૧ ડિગ્રીએ પહોંચી ગયા બાદ રાત્રિના તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતુ. આજે સવારે લઘુતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાવવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું. પરંતુ આજે સવારે સતત બીજા દિવસે પણ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. વાદળમય વાતાવરણના કારણે બફારો વધતા લોકો પરસેવે રેબજેબ થઈ ગયા હતા.
સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૯ કિલોમીટરની રહી હતી. વાદળો વિખેરાયા બાદ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩.પ સે., મહત્તમ તાપમાન ૩૭ સે. ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૯.પ કિ. મી. રહી હતી.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો અંદાજે ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન તેમજ પશુ-પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે તેમજ અસહ્ય ગરમીના કારણે શહેરની બજારોમાં બપોર બાદ લોકોની અવર-જવર નહિંવત જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં. તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડાપીણા, જ્યુસ વગેરે પીતા નજરે ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડાપીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડયા હતા જ્યારે બીજી બાજુ હિટવેવની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બીનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહિં નીકળવા, વધુ પાણી પીવા અને કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વષાો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી અને સામાન્ય હિટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં શરૂઆતમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા છે. (પ-૧૧)
કયાં, કેટલી ગરમી ?
કંડલા ૪પ.૬
રાજકોટ ૪૪.૪
સુરેન્દ્રનગર ૪૪.૩
ભુજ ૪૩.૮
અમરેલી ૪૩.પ
ડીસા ૪ર.૩
અમદાવાદા ૪૧.૮
જુનાગઢ ૪૧.૦
ગાંધીનગર ૪૦.૮
વડોદરા ૪૦.ર
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
