હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માત: કારની ટક્કરે યુવાનનું મોત : જુઓ વિડિયો
સોયલ ટોલનાકા પાસે કાર ચાલકે અડફેટે લેતા યુવાન કાર નીચે દબાયો : સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ : ઓળખ અકબંધ

સંજય ડાંગર, ધ્રોલ : જામનગર - રાજકોટ હાઇવે પર આવેલા સોયલ ટોલનાકા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર ચાલકે અચાનક એક યુવાનને અડફેટે લેતાં તે કારની નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાર ઊંચી કરીને યુવાનને બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ તાત્કાલિક ધ્રોલ 108 એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, યુવાનને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલો યુવાન આશરે 35 વર્ષની ઉંમરનો છે અને પ્રાથમિક તપાસમાં તે પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં યુવાનની ઓળખ થઈ શકી નથી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંજય ડાંગર, ધ્રોલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
