હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
જૂનાગઢમાં પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબીયતમાં સુધારો થતા ત્રિમુર્તિ હોસ્પિટલમાંથી રજા અપાઇ
ડો ચિખલીયા અને ડો જાદવની અનોખી સેવા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: જૂનાગઢના માજી આરોગ્યમંત્રી શ્રીમતી હેમાબેન સુર્યકાંત આચાર્યની તબિયત લથડતા તેઓ છેલ્લા ૧૦ દિવસથી ડો. ડીપી ચિખલીયાની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા. ડો.દેવરાજ ચિખલીયાએ જણાવ્યું હતું કે ૯૫ વર્ષની વય ધરાવતા હેમાબેનને ફેફસામાં ઇન્ફેકશન લાગતા તેઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી અને તેઓ ખોરાક પણ ન લઇ શકતા હતા. પરંતુ અમારા આઇસીયુ વિભાગના નિષ્ણાંત ડો. શૈલેષ જાદવ એ તેઓને સતત સારવાર આપી ફેફસા માંથી ઇન્ફેકશન દુર થતા શ્વાસોશ્વાસની ક્રિયા ભયભીત થતા અને ખોરાક પણ લેવા લાગતા આજે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. ઉપરોકત તસ્વીરમાં હેમાબેન સાથે ડો. શૈલેષ જાદવ નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
