<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જસદણના લોકસેવક અશોકભાઈ મહેતાને રાજવી સત્‍યજીતકુમાર ખાચરની પુષ્‍પાંજલિ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૮: જસદણના લોકસેવક અશોકભાઈ મહેતાનું શુક્રવારે જન્‍મ દિવસે જેને કારણે અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં તેમની પ્રાર્થના સભામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. સદગત અશોકભાઈ  મહેતાની પ્રાર્થના સભામાં જસદણ રાજવી પરિવારના સત્‍યજીતકુમાર ખાચરે ઉપસ્‍થિત રહીને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી અને એક સાચા લોકસેવકની વિદાય થતા શોક વ્‍યક્‍ત કર્યો હતો. વીરનગર હોસ્‍પિટલ, કન્‍યાવિનય હાઈસ્‍કૂલ, હરિબાપા કોલેજ સહિતની  વિવિધ સંસ્‍થાઓના ટ્રસ્‍ટી મંડળના તેમના સાથી ટ્રસ્‍ટી ગુમાવ્‍યાનો શોક સત્‍યજીતકુમાર ખાચરે વ્‍યક્‍ત કર્યો હતો.  મહેતા પરિવારના પરિવારજનોને  સત્‍યજીતકુમાર ખાચરે સાંત્‍વના પાઠવી હતી. તેમની સાથે યુવરાજ સાહેબ શ્રી રવિરાજકુમાર સત્‍યજીતકુમાર ખાચર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસવીર : ધર્મેશ કલ્‍યાણી-જસદણ)(૨૩.૯)

(11:41 AM IST)