<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે પરશુરામ જયંતિ ઉજવાશેઃ અનેક જગ્‍યાએ શોભાયાત્રા રદ

આતંકી હુમલાના પગલે બ્રહ્મસમાજ સાદાઇથી ઉજવણી કરશેઃ મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પશે

રાજકોટ તા. ર૮ :.. કાલે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્‍મ જયંતિ ઉજવાશે. જો કે આ વખતે આતંકી હુમલાના  પગલે શોભાયાત્રા રદ કરવામાં આવી છે.

મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાશે.

ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ :.. ધ્રોલ ખાતે દર વર્ષ ભગવાન શ્રી પરશુરામ જયંતીની ઉજવણી ભવ્‍ય રીતે બ્રહ્મસમાજ તરફથી કરવામાં આવે છે. આ વર્ષે પણ પરશુરામ જયંતીનું ભવ્‍ય રીતે ઉજવવમા માટેનું આયોજન કરવામાં આવેલ.

પરંતુ તાજેતરમાં કાશ્‍મીરમાં પહેલગામમાં આતંકવાદી દ્વારા હિન્‍દુ સમાજના યાત્રીકો ઉપર હુમલો કરી ર૬ પ્રવાસીઓને મોતનો ખુની ખેલ ખેલતા આ વરસે બ્રહ્મસમાજ તરફથી તા. ર૯-૪-રપ નાં રોજ પરશુરામ જયંતી પ્રસંગે દર વર્ષ યોજવામાં આવતી શોભાયાત્રા તથા સમુહ ભોજનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે અને ફકત પરશુરામજી પૂજન કરવામાં આવશે. તેમજ હુમલામાં માર્યા ગયેલા દિવંગતો માટે શાંતી પાઠ તથા ભાવભીની શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોવાનું બ્રહ્મ સમાજના આગેવાનો હરેશભાઇ દવે તથા ભદ્રેશભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

વેરાવળ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ :..  વેરાવળ પાટણ બહમ સમાજ દ્વારા તા. ર૯ ના શોભાયાત્રા યોજવાની હતી તે પહેલગાવ હુમલાને લઈને બંધ રખાયેલ છે.

વેરાવળ પાટણ બ્રહમ સમાજના પ્રમુખ સુજલ પાઠકે જણાવેલ હતું કે પરશુરામ જન્‍મ જયંતી નીમીતે નવા રામ મંદિર થી બિલેશ્વર મહાદેવ સુધી શોભાયાત્રા નું આયોજન કરેલ હતું તે પહેલગાવ હુમલા ને લઈને શોભાયાત્રા રદ કરાયેલ છે દિગંતોના આત્‍મની શાંતિ માટે બિલેશ્વર મહાદેવ ખાતે હોમાત્‍મક લઘુરૂદ્ર યોજવામાં આવશે તેમજ શીશુ મંદિર એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા શોકસભાનું આયોજન કરાયેલ હતું બે મીનીટ મૌન પાડી મળત્‍યુ પામેલા લોકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી.

(12:14 PM IST)