<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

સાવરકુંડલાના ચરખડિયા પાસે એસ.ટી. બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

સદ્દનસીબે જાનહાનિ ટળી કારમાં બેસેલાનો ચમત્‍કારિક બચાવ થયો

 

 

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૮: અમરેલી હાઈવે પર સાવરકુંડલા તાલુકાના તાલુકામાં ચરખડિયા ગામ નજીક એસ.ટી.બસ અને સ્‍વીફ્‌ટ કાર વચ્‍ચે એક ગંભીર અકસ્‍માતની ઘટના સામે આવી હતી. જેમાં ગુજરાત રાજ્‍ય માર્ગ પરિવહન નિગમ ની એસટી બસ અને સ્‍વિફ્‌ટ ડિઝાયર કાર વચ્‍ચે ટક્કર થઈ હતી આ ઘટનામાં કારમાં સવાર લોકોનો ચમત્‍કારિક બચાવ થયો હતો. અકસ્‍માત દરમિયાન સદ્દભાગ્‍યે કોઈ જાનહાની થઈ નથી અને બંને વાહનોમાં સવાર તમામ લોકોનો ચમત્‍કારિક રીતે બચાવ થયો છે ચરખડિયા ગામ નજીકના રાજ્‍ય ધોરી માર્ગ પર બની હતી અચાનક થયેલી ટક્કરનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી પરંતુ પ્રત્‍યક્ષદર્શી ઓના જણાવ્‍યા અનુસાર બંને વાહનોના ડ્રાઈવરોએ તાત્‍કાલિક બ્રેક લગાવી હતી. જેના કારણે અકસ્‍માતની ગંભીરતા ઘટી હતી ચમત્‍કારિક બચાવ થયો હતો. અકસ્‍માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું, પરંતુ એસ.ટી. બસમાં સવાર મુસાફરો અને સ્‍વિફ્‌ટ ડિઝાયર કારમાં સવાર વ્‍યક્‍તિઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. ઘટના સ્‍થળે હાજર સ્‍થાનિક લોકો અને નજીકના વાહન ચાલકોએ તાત્‍કાલિક મદદ કરી હતી.

(1:38 PM IST)