<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે રહ્યા છે તમામનો આભાર :ખોટા વિરોધથી ફરક પડતો નથી: ગીતાબા જાડેજા

ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી. ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભુ આવ્યા છે

ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને પાટીદાર આગેવાનો વચ્ચે ઘમાસાણ થયું હતું. જેમાં ગોંડલ તાલુકાના 20થી 25 હજાર લોકોએ જાડેજા પરિવારનું સમર્થન કરીને પાટીદાર નેતાઓનો વિરોધ કર્યો હતો. આ પછી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, દરેક વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. મને બધાયને છૂટ હોય છે એ કર્યા રાખે જ્ઞાતિવાદના ખોટા મને કોઈ ફેર પડતો નથી.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યું કે, વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે. ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી. ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભુ આવ્યા છે. એમના માટે હું કઈ કહેવા માંગતી નથી. એમને બધાયને છૂટ હોય છે એ કર્યા રાખે મને કોઈ ફેર પડતો નથી. મારી ગોંડાલીની જનતાના એમને વિરોધથી કરીને બતાવી દીધું છે.

તેમણે જણાવ્યું કે, લોક સમર્થન સ્વયંભુ આવ્યું છે આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એમ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભુ આવ્યા છે અને સ્વયંભુ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે એ લોકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું.

તેમણે જણાવ્યું કે, ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું.

(1:39 PM IST)