<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

કાલે જુનાગઢમાં સમસ્‍ત બ્રહ્મયુવા સંગઠન દ્વારા પરશુરામ જન્‍મોત્‍સવની ઉજવણી

પરશુરામ ધામ સુધી સાંજે બાઇક રેલી અને મંગળવારે શોભાયાત્રા પુ. મુકતાનંદબાપુ પુ. સહિતના સંતો આશિર્વાદ આપશે

(વિનુજોષી દ્વારા) જુનાગઢઃ તા. ર૮, જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારના રોજ ભગવાન પરશુરામના  પ્રાગટય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદી  અને તેની સમગ્ર ટીમ દ્વારા આજે સાંજે  ૪ કલાકે પરશુરામ ચોક ગિરનાર રોડ થી બાઇક રેલી પ્રસ્‍થાન કરશે અને પંચહાટડી ઝાંઝરડા રોડ મધુરમ ભત્તનાથ  રોડ થઇને ઇવનગર રોડ પર પરશુરામ ધામ ખાતે પહોંચશે જયા મહા આરતી તથા ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે.

મંગળવાર સાંજે ૪ કલાકે પુ. મુકતાનંદબાપુ, પૂ. મહેશગીરી બાપુ, પુ. સુખરામદાસબાપુ સહિતના સંતો અને બ્રહ્મ સમાજના આગેવાનો તળાવ દરવાજા ખાતે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રામાં પરશુરામ નિર્માણ સમિતિના હસુભાઇ જોષી, કે.ડી. પંડયા, વિજય વ્‍યાસ,માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, પ્રકાશ મહેતા,આરતીબેન જોષી, મનિષાબેન દવે, શૈલેષભટ્ટ, સનત પંડયા, નિર્ભય પુરોહિત તેમજ ટ્રસ્‍ટ શ્રી જયદેવ જોષી, કાર્તિક ઠાકર, મહેશભાઇ શુકલ, કમલેશ ભરાડ, વિપુલ જોષી, વિરલ ઉપાધ્‍યાય, અસ્‍તેય પુરોહિત, મનીષ ત્રિવેદી, પ્રણવ પંડયા, રાજુ થાનકી સહિતના જય જય પરશુરામના નાદ સાથે જોડાશે.

આ શોભાયાત્રા તળાવ દરવાજા એમજી રોડ, કાળવા  થઇ ભુતનાથ મંદિરના મેદાનમાં સભારૂપે સંપન્‍ન થશે. અને ત્‍યારબાદ સૌ ભૂદેવ પરિવાર ભોજન પ્રસાદ લેશે

(1:31 PM IST)