<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગોંડલમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોની ગાડીના કાફલાની કારમાં તોડફોડ કરવાના મામલે 10 આરોપીઓ ઝડપાયા

અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી :પોલીસે 20 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો :આરોપીઓએ ધોકા-પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ તોડ્યા હતા

ગોંડલમાં ગઈકાલે અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે 20 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે જેમા ગાડીમાં તોડફોડ કરનાર 10આરોપીઓ ઝડપાયા છે, અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે, આરોપીઓએ ધોકા-પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ તોડ્યા હતા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સાથે કરી હતી મારામારી જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.

 

અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે આશાપુરા ચોકડીએ અલ્પેશ કથીરિયાની ગાડીનાં કાચ તોડી તોડફોડ કરવા અંગે ઇન્દ્રજિત ભરુડી,પીન્ટુ સાવલિયા, લક્કીરાજસિંહ,નિલેશ ચાવડા, પુષ્પરાજ સહીત અજાણ્યા વીસ શખ્શો વિરુદ્ધ  પીએસઆઇ વી.જી.જાડેજાની ફરિયાદ પરથી બી ડિવીઝન પોલીસમાં રાયોટીંગ અંગે ગુનો દાખલ કરાયો છે.પીઆઇ ગોસાઇ તથા ટીમે બે ઇસમો પુષ્પરાજ તથા નિલેશ ચાવડાની તેના ઘરેથી ધરપકડ કરી છે અન્યોની શોધખોળ શરુ કરી છે.

(1:41 PM IST)