હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીલરીયા પરિવાર દ્વારા, મોરબી તાલુકાના અમરાપર (ના.) મુકામે, શ્રી મોમાઈ માતાજીનો 15 મો ભવ્ય પાટોત્સવ ધામધુમથી ઉજવાશે.
જગદગુરુ શંકરાચાર્યજીનું વિશેષ સાન્નિધ્ય: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ; પ્રસિદ્ધ કલાકારો સાથે સંતવાણી અને નવચંડી યજ્ઞનું આયોજન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તા. 03.05.2025 શનિવારના રોજ, મોરબી તાલુકાના અમરાપર (ના.) મુકામે સમગ્ર જીલરીયા પરિવાર દ્વારા, શ્રી મોમાઈ માતાજીના મંદિરનો 15 મો ભવ્ય પાટોત્સવનું આયોજન થઈ રહ્યું છે.. જે સમારોહના મુખ્ય આયોજક, સૂરત સ્થિત આહીર અગ્રણી શ્રી વરજાંગભાઈ જીલરીયા છે.
શારદાપીઠાધિશ્વર, જગદગુરુ શંકરાચાર્ય, સ્વામી સદાનંદ સરસ્વતીજીનું વિશેષ સાન્નિધ્ય મળશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, માનનીય મંત્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય ધારાસભ્યઓ સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ હરદાસભાઈ તથા જીલ્લા પંચા. પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધી, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, નાફેડ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રીન મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા સાથે સાથે કલેક્ટર. ડીડીઓ. એસપી ખાસ ઉપસ્થિત રહેશે.તા. 02.05.2025 શુક્રવારના રોજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ગોવિંદભાઈ પાલિયા, હિતેષગીરી ગોસ્વામી, લાખાભાઈ કુંભરવાડીયા તથારાજુભાઈ આહીર ભજન તથા લોકસાહિત્ય પીરસશે.
તા.03.05.2025 શનિવારના રોજ સવારે નવચંડી યજ્ઞ, પૂજ્ય શંકરાચાર્યજીના આશિર્વચન બાદ બપોરે મહાપ્રસાદ રહેશે
15માં પાટોત્સવ સમારોહમાં પધારવા, મોમાઈ માતાજીના દર્શન કરવા, પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વચન શ્રવણ કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા પધારવા, સમગ્ર જીલરીયા પરિવાર તથા મુખ્ય આયોજક વરજાંગભાઈ જીલરીયા દ્વારા સર્વેને ભાવભર્યું આમંત્રણ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
