News of Monday, 28th April 2025
આ એક ટ્રેલર હતું કે એમને સમજાવવા માટે કે ભાઈ તમે આ બાબતે સમજો કે અમે શું કહેવા માંગીએ છીએ : વકીલ મેહુલ બોઘરા ગોંડલ નહોતા આવ્યા તે અંગે ખુલાસો કર્યો
અચાનક જ આ કાર્યક્રમ નક્કી થયો. હજુ એક દિવસ પહેલા મને એની જાણ થઈ, રવિવારના દિવસે અન્ય બધા કાર્યક્રમો હોય એની વ્યસ્તતાના કારણે હું નથી જઈ શક્યો

ગોંડલ તા.૨૮ : થોડાક સમય પહેલાં પાટીદાર નેતાઓની સુરતમાં એક બેઠક મળી હતી. જેમાં જીગીશા પટેલ અને જાણિતા વકીલ મેહુલ બોઘરા સહિતના પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગોંડલ વિશે લોકોને સંબોધિત કર્યા હતા. આ પછી ગણેશ જાડેજાના પડકારને ઝીલીને પાટીદાર નેતાઓ ગોંડલ આવ્યા હતા પણ, તેમની સાથે વકીલ મેહુલ બોઘરા નહોતા આવ્યા. આ અંગે ખુલ મેહુલ બોઘરાએ ખુલાસો કર્યો છે.
મેહુલ બોઘરાએ ખુલાસો કરતાં જણાવ્યું કે, પહેલેથી ગોંડલની અંદર જે લોકશાહી ઢબ છે એ ક્યારેય જળવાતો નથી. કોઈપણ વ્યક્તિ ગોંડલ છે એ કોઈની જાગીર તો છે નહીં. કાળા વાવટા ફરકાવવાનો, શક્તિ પ્રદર્શન કરવાનો, ગાડીઓના કાચ તોડવાનો, ગુંડાગર્દી કરવાનો કોઈ મતલબ જ નથી અને જો તમે આવું કરી રહ્યા છો એનો મતલબ એવો છે કે જે પણ લોકો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે તેને આવું કરીને વાસ્તવિકતાનું સ્વરૂપ આપો છો.
મેહુલ બોઘરા ગોંડલ કેમ ના ગયા તે અંગે જણાવ્યું કે, મારું ના જવાનું મુખ્ય કારણ એ છે કે અચાનક જ આ કાર્યક્રમ નક્કી થયો. હજુ એક દિવસ પહેલા મને એની જાણ થઈ. પહેલા કોઈ આ બાબતે કોઈ ચર્ચા વિચારણા નથી થઈ જાણ થયા બાદ. કેમ કે હું સામાજિક વ્યક્તિ છું તો રવિવારના દિવસે અન્ય બધા કાર્યક્રમો હોય એની વ્યસ્તતાના કારણે હું નથી જઈ શક્યો. પરંતુ જે લોકો ત્યાં છે એ મને સંપૂર્ણ પૂર્ણપણે ભરોસો છે કે એ કાફી છે અને ભવિષ્યમાં આ એક ટ્રેલર હતું કે એમને સમજાવવા માટે કે ભાઈ તમે આ બાબતે સમજો કે અમે શું કહેવા માંગીએ છીએ.
ખાસ કરીને જો મારી વાત કરું તો હું તો ખાતરી આપું છું ને 100એ 100 ટકા લખીને જોતું હોય તો એ પણ આપીશ ના તો મારે ગોંડલમાંથી ટિકિટ જોઈએ છે ના મારે ગોંડલમાંથી લડવું છે અને ના મારે ગોંડલમાંથી જીતવું છે. તો મારો કોઈ અંગત સ્વાર્થ નથી હું તો ઉતર્યો છું એ જ બાબતે કે રાજકુમાર જાટની જે હત્યા થઈ છે એને ન્યાય મળે અને જે તમારા બેફામ ભાષણો એનો કોઈ નિવેડો આવે. તો તમે સુધરી જશો અંગત રીતે તમે તમારો જે લોહિયાળ ભૂતકાળ છે એની હારે અમારે કોઈ લેવા દેવા નથી. પણ હાલ તમે જે વર્તમાનમાંના જે લોહિયાળ ખેલ ખેલી રહ્યા છો તમામ સમુદાય સાથે એ બાબતે અમારો વિરોધ છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
