News of Monday, 28th April 2025
મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે દમયંતીબેન નિરંજનીની નિમણુક.
મહિલા કોંગ્રેસ સંગઠનનો વ્યાપ વધારી પક્ષને મજબુત કરવા મહત્વનું યોગદાન આપશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે દમયંતીબેન જે નિરંજનીની નિમણુક કરવામાં આવી છે નિમણુક પત્રમાં પ્રદેશ મહિલા પ્રમુખે જણાવ્યું છે કે દમયંતીબેન નિરંજનીની જીલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવે છે તેઓ મહિલા કોંગ્રેસ સંગઠનનો વ્યાપ વધારી પક્ષને મજબુત કરવા મહત્વનું યોગદાન આપશો તેમજ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડી મહિલા સદસ્યતા અભિયાનને વધુને વધુ આગળ વધારશો તેવા વિશ્વાસ સાથે નિમણુક આપવામાં આવી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
