તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 28th April 2025
ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી : 22 કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેકાઈ
ગોહિલવાડ પંથકમાં ગરમીમાં પાંચ ડિગ્રીનો વધારો: બપોરે ગરમ પવન ફૂકાતા લોકો હેરાન પરેશાન

ભાવનગર: ભાવનગરમાં આજે અંગ દઝાડથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે ગરમીનો પારો વધીને 42.2 ડિગ્રીએ પહોંચતા અને બપોરે ગરમ લુ ફેકાતા લોકો પરસેવે નહાયા હતા.
ગોહિલવાડ પંથકમાં આજે ગરમીમાં પાંચ ડિગ્રીનો વધારો થયો હતો . બપોરે ગરમ પવન ફૂકાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બપોરના સમયે શહેરના માર્ગો સુમસાન હતા. પંખામાંથી પણ ગરમ હવા ફેકાતી હતી.
આજે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 24.0 ડિગ્રી રહ્યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 38% હતું. જ્યારે પવનની ઝડપ 22 કી.મી. પ્રતિ કલાકની રહી હતી
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
