<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ભાવનગર એસઓજી પોલીસને મોટી સફળતા :વ્હેલ માછલીની રૂ.૧. ૧૬ કરોડની એમ્બેગ્રીસ સાથે આરોપી અમરું દેસાઈ ઝડપાયો

શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગી સ્મ્રુતિ કોમ્પલેક્ષ પાસે મુલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોય જેનુ વજન ૧.૧૬૫ કિ.ગ્રા સાથે ઝડપી પાડ્યો

ભાવનગરની એસોજી પોલીસે  ભાવનગરના ખડસલીયા ગામે રહેતા અમરૂ સેલારભાઈ દેસાઈ નામના શખ્સને  વ્હેલ માછલીની ઉલ્ટી ( Ambergris) ૧ કિલ્લો ૧૬૫ ગ્રામ  કિં.રૂ.૧,૧૬,૫૦,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી લીધો છે

 ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી ત્યારે  મળેલ બાતમી આધારે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગી સ્મ્રુતિ કોમ્પલેક્ષ પાસે અમરૂભાઇ સેલારભાઇ દેસાઇ ( રહે ખડસલીયા તા.જી ભાવનગરવાળા ) ને વ્હેલ માછલીની ઉલ્ટી ( Ambergris ) નામનો મુલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોય જેનુ વજન ૧.૧૬૫ કિ.ગ્રા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
પોલીસે  વ્હેલ માછલીની ઉલ્ટી ( Ambergris) વજન ૧ કિલ્લો ૧૬૫ ગ્રામ જેની કિં.રૂ. ૧,૧૬,૫૦,૦૦૦/-(એક કરોડ સોળ લાખ પંચાસ હજાર) નો મુદ્દા માલ કબજે કરેલ છે.
વ્હેલ માછલીની ઉલ્ટી ( Ambergris) અને તેના ઉપયોગ:
એમ્બગ્રીસ એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનેલો મીણ વાળો પદાર્થ છે. અને તે અત્તર તથા ચાઈનીઝ દવામાં બનાવવામાં વપરાતુ અત્યંત મુલ્યવાન યવાન પદાર્થ છે. જે વ્હેલ માછલીની બોડી માંથી મળી આવે છે. તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે. વેશ્વીક બજારમાં તેની ખુબ જ ઉંચી કિંમત આવતા  તરતુ સોનું  કે  સમુદ્રનો ખજાનો “ કહેવામાં આવે છે.
Ambergris વ્યાપાર ગેરકાયદેસર :
સ્પર્મ વ્હેલ માછલીને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ના અનુસુચી ।। હેઠળ સુરક્ષીત છે અને તેથી ભારતમાં એમ્બરગ્રીસનું વહેચાણ, સ્થળાંતર, કબ્જો અથવા વેપર કરવો ગેરકાયદેસર છે.
આજના દરોડાની કામગીરીમાં એસ.ઓ.જી.ના  પોલીસ ઇન્સપેકટર  ડી.યુ.સુનેસરા નાઓ તથા તથા એએસઆઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ, ગુલમહમંદભાઇ કોઠારીયા તથા સ્ટાફ ના યોગીનભાઇ ધાંધલ્યા,  પાર્થભાઈ પટેલ, મિનાજભાઇ ગોરી, ધર્મદિપસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, મુકેશભાઇ પરમાર તથા WPC નિલમબેન વિરડીયા તથા ટેકનીકલ સેલના પ્રજ્ઞેશભાઇ પંડયા તથા DPC પ્રતાપસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

(7:31 PM IST)