હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તંગદિલી વચ્ચે પૂર્વ કચ્છ એસપીએ સરહદી પોલીસ મથકની મુલાકાત લઈ અને બીએસએફ સાથે કરી સમીક્ષા
બાલાસર પોલીસ મથક હેઠળના લોદ્રાણી કુડા ખાતે સરહદી વિસ્તાર ની મુલાકાત લીધી હતી જેમાં લોદ્રાણી ખાતે ગામ લોકો વચ્ચે સરહદી સુરક્ષા અન્વયે લોકસંવાદ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા ભુજ) પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છ જિલ્લા ના પ્રવેશદ્વાર આડેસર અને સામખિયાળી પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું હતું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે પોલીસ વડા એ સરહદી વિસ્તાર બાલાસર પોલીસ મથક હેઠળના લોદ્રાણી કુડા ખાતે સરહદી વિસ્તાર ની મુલાકાત લીધી હતી જેમાં લોદ્રાણી ખાતે ગામ લોકો વચ્ચે સરહદી સુરક્ષા અન્વયે લોકસંવાદ યોજવામા આવ્યો હતો તો કુડા બીએસએફ કેમ્પ ખાતે બીએસએફ ના તથા પોલીસ અધિકારીઓ Bsf DIG મનજીતસિંઘ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર Pi પી. સુરેશકુમાર ,Pi રમજાનખાન ,Dysp સાગર સાંબડા
Pi એમ એન દવે ખડીર બાલાસર પીએસઆઈ એસ.વી ચૌધરી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કચ્છ જિલ્લા ના પ્રવેશદ્વાર આડેસર અને સામખિયાળી પોલીસ મથકનુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું હતું અને બન્ને પોલીસ ચેક પોસ્ટ ની મુલાકાત લીધી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થા સહિત ની ચકાસણી કરવામાં આવી હતી આડેસર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું
રાપર
આજે કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા યોજવા મા આવ્યું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓ ના પડતર પ્રશ્નો પોલીસ પરિવાર સાથે વાર્તાલાપ પોલીસ મથક ના રેકર્ડ સહિત ના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે ની ઈન્સ્પેકશન દરમિયાન તપાસ કરવામાં આવી હતી ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળના ભીમાસર ભુટકીયા ખાતે લોક દરબાર નુ આયોજન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું જેમાં ભીમાસર આડેસર સણવા માખેલ સહિત ના આસપાસ ના વિસ્તારમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ ઉપસ્થિત લોકો ને કાયદો અને વ્યવસ્થા અંગે તથા સાયબર ક્રાઇમ તથા હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાન ના વિવાદ અંગે તથા પરપ્રાંતિય લોકો અંગે સ્થાનિક પોલીસ ને જાણ કરવા માટે જણાવ્યું હતું આજે યોજાયેલા લોક દરબાર તથા આડેસર પોલીસ ના વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા રિડર પીઆઇ એમ એમ.ઝાલા આડેસર પીઆઈ જે એમ વાળા એસપી ના પીએ ખીમજીભાઇ ફફલ કોમ્પ્યુટર સેલ પીએસઆઇ જે.આર.અમૃતિયા વિજયરાજસિંહ જાડેજા વરસાબેન દેવમુરારી પ્રતિક દાનેધરીયા રામજી ભાઇ સોલંકી ભરત પરમાર મોહનભાઇ બારડ ગાભાભાઇ ગોહીલ ભગાભાઇ આહીર કુંભા ભાઇ ચાવડા હિરાભાઈ સોઢા દલાભાઇ ઉકાણી મેઘજી ભાઇ પરમાર ભરત ભાઇ રાઘાણી નાથાભાઈ આહીર માદેવા ભાઇ આહીર બાબુભાઈ ચૌધરી ઈશ્વર ભાઈ ચૌધરી ચંદ્રકાંત ભાટીયા વિજયસિંહ ઝાલા રામગર ગૌસ્વામી શંજય રાઠોડ ભરત ઠાકોર જી.એન.સુથાર એ.જે.ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ભીમાસર ખાતે ભુકંપ અગાઉ 2001 મા પોલીસ સ્ટેશન હતું તો ભીમાસર ખાતે ઓપી બનાવી કાયમી ધોરણે એક પીએસઆઇ તથા સાત કર્મચારીઓ નો સ્ટાફ નિમણૂક કરવા માટે માંગ કરવામાં આવી હતીલોક દરબાર મા ઉપસ્થિત લોકો ને લોક ભાગીદારી થી પોલીસ ચોકી બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવા તથા અન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવા મા આવશે તો પોલીસ માટે સરળ બનશે પોલીસ ચોકી અને પોલીસ ક્વાર્ટર બાબતે જણાવ્યું હતું સામખીયારી ખાતે ઈન્સ્પેકશન દરમિયાન પીઆઇ વી.કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવા મા આવી હતી. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
