<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ 2 પોલીસ કોન્સ્ટેબલને ડિસમિસ કરવા ફટકારી નોટિસ

હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કરશન લાખા રાઠોડ અને બિપિન ગિરી વાલમ ગિરી ગોસ્વામીને ડિસમિસ કરવા નોટિસ ફટકારી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ, દારુની હેરાફેરીમાં સંડોવાયેલા 2 પોલીસ કોન્સ્ટેબલને ડિસમિસ કરવા નોટિસ ફટકારી છે. 

  જિલ્લા પોલીસે વડા મનોહરસિંહ જાડેજાએ, હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કરશન લાખા રાઠોડ અને બિપિન ગિરી વાલમ ગિરી ગોસ્વામીને ડિસમિસ કરવા નોટિસ ફટકારી છે. બન્ને પોલીસ કર્મીના નામ દારૂની હેરાફેરીમાં સામે આવ્યા હતા, જેની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

(1:20 AM IST)