<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ભુજમાં ટ્રીપલ એક્‍સિડેન્‍ટમાં પતિ, પત્‍ની અને માસૂમ પુત્રના મોત

ખાવડા રોડ ફરી બન્‍યો ડેથ ઝોનઃ દવા લઈને ઘેર જતા શ્રમજીવી પરિવારને કાળ આંબી ગયોઃ ફરી અહીં માર્ગ અકસ્‍માતના બનેલા અરેરાટીભર્યા કરૂણ બનાવે ભારે ગમગીની સર્જી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯: પોતાના પરિવાર સાથે દવા લઈને પરત ઘેર ફરી રહેલા શ્રમજીવી પરીવારનો માળો ગોઝારા માર્ગ અકસ્‍માતે પીંખી નાખ્‍યો હતો. ભુજ થી દવા લઈને પરત પાલારા ફરી રહેલા મુસ્‍લિમ શ્રમજીવી પરિવારની બાઈક સાથે ટ્રેલર અને ડમ્‍પરરે સર્જેલ માર્ગ અકસ્‍માતમાં ઇમરાન જુણા સુમરા ઉ.૨૫, ઝરીના ઇમરાન સુમરા ઉ.૨૨, ઈમ્‍તિયાઝ ઇમરાન સુમરા ઉ.૪ ના અરેરાટીભર્યા મોત નિપજ્‍યા હતા. ભુજથી ખાવડા તરફ જતા માર્ગ ઉપર હાલે રિન્‍યુએબલ એનર્જી પાર્કના ચાલી રહેલા કામને કારણે મોટી મશીનરી, રેતી, કાંકરી લઈ જતા ભારેખમ વાહનો તેમ જ પ્રવાસીઓની હેરફેર કરતી ઇકો કાર ઉપરાંત મીઠાના ડમ્‍પરોનો રોજિંદો ટ્રાફિક હોઈ અહીં અકસ્‍માતોનું પ્રમાણ વધ્‍યું છે. ટ્રાફિક પોલીસ, આરટીઓ રૂટિન ચેકિંગ કરી સંતોષ માની લે છે. ઓવરલોડ ટ્રાન્‍સર્પોટિંગ ઉપરાંત શિખાઉ પરપ્રાંતિય ડ્રાઇવરો દ્વારા ચલાવાતા મોટા વાહનોની બેકાબૂ ગતિ થકી આ માર્ગ ડેથ ઝોન બની રહ્યો છે. ફરી અહીં  માર્ગ અકસ્‍માતના બનેલા અરેરાટીભર્યા આ કરૂણ બનાવે ભારે ગમગીની સર્જી છે.(૩૮.૧૨)

(10:39 AM IST)