તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આવતા મહિને "સાંસદ સમરસ સમૂહ લગ્નોત્સવ"યોજાશે
લગ્નમાં જોડાવા માંગતા પરિવારો માટે ભુજના માધાપર મધ્યે કાર્યાલયનો પ્રારંભ, સર્વ સમાજની દીકરીઓના રંગેચંગે લગ્ન કરી સાસરિયે વિદાય અપાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છ લોકસભા આયોજીત અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ ના સહયોગ થી સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિય) સમુહ લગ્ન મહોત્સવ – ૨૦૨૫ નું ભવ્ય આયોજન તારીખ ૨૫/૦૫/૨૦૨૫ ને રવિવાર ના યક્ષ મંદિરની સામે ગ્રાઉન્ડ – માધાપર મધ્યે આયોજન કરવામાં આવેલ છે. જે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર વાલીઓ ને પુરતુ માર્ગદર્શન મળે અને તેઓ પોતાના વ્હાલસોયા બાળકો ના લગ્ન ધામધુમ થી ઉજવાય તેવી આંતર દ્રષ્ટિ થી તેઓને ફોર્મ ભરવા નોંધાવવા આજે કાર્યલય નું શુભ પ્રારંભ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઇ વરચંદ ના વરદ હસ્તે તથા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તથા મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, લાખો રૂપિયા ખર્ચવા અને આવેલ મહેમાનો ના સત્કાર સુવિધા માટે ખુબજ તકલીફ અનુભવતા મધ્યમ અને સામાન્ય વર્ગના માનવીઓ ના દરેક પ્રશ્નો નું હલ સમુહ લગ્નોત્સવમાં છે. માટે જ અમે ૨૫૧ જેટલી દીકરીઓ ના ઉમંગ – કોડ પુરા કરવા અને સર્વ જ્ઞાતિય સમરસ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આયોજીત આ સમુહ લગ્નોત્સવ આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની આપણી દીકરીઓ માટે ની સંવેદના તેમના કોડ પુરવાનો અદ્દભ્ય ઇચ્છા માંથી પ્રેરણા લઇ આયોજન છે. સર્વે જ્ઞાતિજનોને સાથે જોડવા અપીલ કરી હતી.
કાર્યાલય નું ઉદ્દઘાટન કરતાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદેસાંસદશ્રી તથા તેમના તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા શુભેચ્છકો, મિત્ર વર્તુળ, કાર્યકર્તાઓ ને બિરદાવતા જણાવ્યુ હતું કે, સમુહ લગ્નોત્સવ એ ભગીરથ કાર્ય છે. આપણે સૌ સાથે મળી તેને ચોક્કસ પણે દાખલારૂપ ઉજવશુ.
આ પ્રસંગે જેટલા પણ લગ્ન નોંધાય તેમાં દરેક દીકરીને સોનાની નાકની સરી શ્રી માવજીભાઇ ગુસાઇ તરફ થી અને પગના ચાંદીના સાકડા દિનેશભાઇ ઠક્કર, સમર્પણ મહિલા મંડળ તરફ થી માં માટલું તેમજ દીકરીઓ ને પાનેતર વિનોદભાઇ સોલંકી તરફ થી સ્થળ ઉપર જ નોંધાવેલ છે. વ્હાલ સોયી દીકરીઓ ને કન્યાદાન – કરીયાવર અને સુખમય લગ્નજીવન ના સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ આશિષ પાઠવ્યા હતા.
કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેસુભાઇ પટેલ, રશ્મિબેન સોલંકી, દિલીપભાઇ શાહ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, રાહુલભાઇ ગોર, વિનોદભાઇ વરસાણી, ડો.મુકેશ ચંદે, પ્રફુલસિંહ જાડેજા, પારૂલબેન કારા, પચાણભાઇ સંજોટ, મીતભાઈ ઠક્કર, કેતનભાઇ ગોર, રાહુલભાઇ શાહ, હિતેશભાઇ ખંડોલ, ભીમજીભાઇ જોધાણી, જયંત ઠક્કર, દિનેશભાઇ ઠક્કર, માવજીભાઇ ગુસાઇ, આમદભાઇ જત, બાલકૃષ્ણ મોતા, અશોકભાઇ હાથી, વિશાલ ઠક્કર, શીતલભાઇ શાહ, હિરેન રાઠોડ, દેવરાજભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, મોહનભાઇ ચાવડા, દીપક ડાંગર, અનવરભાઇ નોડે, રેશ્માબેન ઝવેરી, મનીષાબેન સોલંકી, હસ્મિતાબેન ગોર, બિંદિયાબેન ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
