<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કાલથી ભાવનગરનાં હોઇદડમાં ગોહિલ પરિવાર સમસ્‍ત ક્ષત્રિય સમાજ દ્વારા ચામુંડા માતાજીના મંદીરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવઃ નવકુંડી યજ્ઞ, લોકડાયરો

ગુરૂવારે સંતવાણી કાર્યક્રમમાં શિવરાજભાઇ વાળા, આશાબેન કારેલીયા, મયુર દવે સહિતના કલાકારો જમાવટ કરશેઃ સંતો મહંતોના આશીર્વાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯: શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્‍ટ હોઇદડ ગોહિલ પરીવાર સમસ્‍ત ક્ષત્રીય સમાજ (લાઠી ભાયાત) દ્વારા ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના હોઇદડ ગામે તા.૩૦ને બુધવારતથી તા.ર મે શુક્રવાર સુધીશ્રી કુળદેવી ચામુંડા માતાજી મંદીરનો ત્રિદીવસીય પ્રાણપ્રતિષ્‍ઠા તેમજ ૯ કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે.

રાજરાજેશ્વરીશ્રી ચામુંડા માતાજી તથા ઇષ્‍ટદેવશ્રી મુરલીધરદાદાની અસીમ કૃપાથી ચામુંડા માતાજી સહાયક દેવીશ્રી ખોડીયાર માતાજી તથા મુરલીધર દાદાના ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ કાલે પ્રથમ દિવસે ગણપતી પુજન સ્‍થાપીત દેવનું પુજન અને ગુરૂવારે મુર્તી સ્‍થાપન શિખર સ્‍તપન હોમાત્‍મક ચંડીયજ્ઞ તેમજ રાત્રે ૧૦ કલાકે ભવ્‍ય લોકડાયરો, સંતવાણીના કાર્યક્રમમાં જુનાગઢના યુવા લોકસાહીત્‍યકાર શીવરાજભાઇ વાળા, લોકગાયક મયુરભાઇ દવે તેમજ આશાબેન કારોલીયા જમાવટ કરશે. આ સંતવાણીના આયોજક તરીકે મહુધા પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.કે.ગોહીલ એ સેવા આપેલ. શુક્રવારે ત્રીજા દિવસે ગણપતીદાદા સ્‍થાપીત દેવોનું પુજન અને મુર્તી પ્રાણપ્રતિષ્‍ઠા પુજા અને હોઇદડ ગામ ધુમાડાબંધ જમણવાર આ પ્રતીષ્‍ઠા મહોત્‍સવ દરમ્‍યાન સંતો મહંતો મહામંડલેશ્વર પુ.રમજુબાપુ, સણોસરાના મુનીરૂબાપુ, રાજબારોટ (ગોહિલ), તખતસિંહ ભરતસિંહના દતકપુત્ર ધિરજસિંહજી રૂપસિંહજી તથા પુ.નરોતમદાસબાપુ સહીતના આશીર્વચન આપશે. તેમ પીઆઇ રાજદીપસિંહ ગોહીલે જણાવ્‍યું હતું.

(10:21 AM IST)