તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વેસ્ટર્ન રેલવે એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા ભાવનગરમાં સેફટી સેમીનાર, ડીવીજનલ/ઝોનલ મીટીંગ

વેસ્ટર્ન રેલવે એન્જીનીયર્સ એસોસીએશન(WREA)ભાવનગર દ્વારા સેફટી સેમીનાર, ડીવીજનલ તેમજ ઝોનલ મીટીંગ સંપન્ન થઇ. આ મીટીંગ માં રેલવે સુરક્ષા પ્રોટોકોલ ને મજબુત કરવા તેમજ રેલવે એન્જીનીયર્સ ની સમક્ષ રહેલ તકનીકી ચુનૌતી પર વિસ્તૃત ચર્ચા તેમજ તેના નિરાકરણ માટે ગહનતાથી વિચાર મંથન કરવામાં આવ્યું. વરિષ્ઠ રેલવે અધિકારીઓ તેમજ તકનીકી નિષ્ણાંતો દ્વારા નવીન સુરક્ષા ઉપાયો તેમજ કર્મચારી કલ્યાણ પર પોતાના વિચારો રજુ કર્યા. ભાવનગર ડીવીજન ના ADRM શ્રી હિમાંશુ શર્મા સાહેબે પોતાના વક્તવ્ય માં એન્જીનીયર્સો ને ફરજ દરમિયાન સતર્કતા તેમજ કોમ્યુનીકેશન સ્કીલ દ્વારા સંભવિત દુર્દ્યટના ટાળી શકાય છે તેવું દ્રષ્ટાંતો સાથે જણાવ્યું. WREA ના ઝોનલ જનરલ સેક્રેટરી Er શ્રી શીવાકાંતસિંહ સાહેબે એન્જીનીયર્સ ના વિકાસ માટે WREA ની કટિબદ્ધતા જાહેર કરી. WREA ના ઝોનલ અધ્યક્ષ શ્રી આદિત્યપ્રકાશ મૌર્ય સાહેબે એન્જીનીયર્સ ની એકતા અને તકનીકી ઉત્કૃષ્ટતા ઉપર ભાર મુક્યો. WREA-ભાવનગર ના ડીવીજનલ સેક્રેટરી Er શ્રી યુવરાજસિંહ જાડેજા એ સેમીનારમાં ઉપસ્થિત તમામ એન્જીનીયર્સને પોતાના,રેલવે ના તેમજ રાષ્ટ્ર ના સર્વાંગી વિકાસ માટે એકજુટ થઇને રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું. સેમીનાર માં Sr. DME શ્રી એસ.કે.મિશ્રા,DEN(C) શ્રી એસ.કે. મોદી ,ADEE(વર્કશોપ) શ્રી દેવીલાલ મેનારીયા ની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ સેફટી સેમીનાર તેમજ ZEC મીટીંગ માં પશ્ચિમ રેલવે ના 06 ડીવીજન માંથી કુલ 100 થી વધારે એન્જીનીયર્સો એ ઉત્સાહભેર ભાગ લઈને રેલવે સુરક્ષા અને દેશ ની પ્રગતી માટે પોતોની પ્રતિબદ્ધતા જાહેર કરી. તકનીકી કેડર ના સશક્તિકરણ માટે પ્રશાસનિક સહયોગની માંગ સાથે મીટીંગ નું રાષ્ટ્ર ગાન સાથે સમાપન કરવામાં આવ્યું.
સેફટી સેમીનાર, DEC તેમજ ZEC મીટીંગ ના સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન WREA-ભાવનગર ના ડીવીજનલ સેક્રેટરી E1.શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. આભાર દર્શન WREA-ભાવનગર ના ડીવીજનલ અધ્યક્ષ શ્રી આર.વિ પરમાર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ને બનાવવા માટે શ્રી પંકજ આંસોલીયા, શ્રી વિક્રમસિંહ સરવૈયા, શ્રી ઉમેશ યૌરસિયા, શ્રી આનંદ કુમાર ભટ્ટ,શ્રી એ.ડી.પરમાર, શ્રી સી.પી. સાંખવાર, શ્રી રવીકેશ મીના, શ્રી કે.આર. પાઠક, શ્રી વિજય ગીરી, શ્રી હેમંત ચવાણ શ્રી અર્જુનસિંહ ઝાલા ,શ્રી પ્રતિક રાજપૂત, શ્રી સુનીલકુમાર, શ્રી શશી કુમાર, શ્રી શશી સોલંકી વગેરે એ જહેમત ઉઠાવી હતી.
ઉપરોક્ત વૃતાંત આપના અખબાર માં છાપી વેસ્ટર્ન રેલવે એન્જીનીયર્સ એસોસીએશન(WREA)ભાવનગર ને આપના અખબાર ના આભારી બનાવશો.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
