તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડ અંગે વધુ સાત શખ્સોની ધરપકડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.ર૯,ગોંડલ માં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાનાં સમર્થકો વચ્ચે સર્જાયેલ ધમાસણ વચ્ચે અલ્પેશ ની ગાડી નાં કાચ ફોડી નુકસાન કર્યાની ઘટનામાં પોલીસે વીસ શખ્સો પર રાયોટીંગ હેઠળ ગુન્હો દાખલ કરી ત્રણ શખ્સોને ગત રાત્રે જ ઉઠાવી લીધા હતા.જ્યારે વધુ સાત ને આજે જડપી લઇ કાર્યવાહી કરી હતી.
રવિવારે ગોંડલ આવેલા અલ્પેશ કથીરિયાનાં કાફલ઼ા સામે ગણેશ જાડેજાનાં સમર્થકો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શિત કરાયો હતો.જેમા આશાપુરા ચોકડી પર ટોળા દ્વારા અલ્પેશ કથીરિયાની ગાડી નાં કાચ તોડી નુકસાન કર્યાની ઘટનામાં પોલીસે રાયોટીંગ નો ગુન્હો નોંધી ગઇકાલે ત્રણ શખ્સોની ધરપકડ કર્યા બાદ આજે અરમાન રાજુભાઇ ખોખર, રોહીત દિનેશભાઈ રાઠોડ,માનવ ગોપાલભાઈ વાઘેલા,અજીતસિંહ પુનસિંહ વાઘેલા,કરણસિંહ ચંદ્રસિહ પઢીયાર,કિર્તીરાજ સહદેવસિંહ ઝાલા તથા હિતેશ રમેશભાઈ રાઠોડ ની ધરપકડ કરી છે.
પીઆઇ ગોસાઇ એ હજુ વધુ દશ શખ્સોની શોધ અંગે તજવીજ હાથ ધરીછે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
