<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

વીરનગર પાસે એસ.ટી. બસ અને ફોર વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.ર૯: ભાવનગર હાઇવે વીરનગર પાસે  સ્‍કુલ પાસે એસટી બસ અને ફોરવીલ કાર વચ્‍ચે સર્જાયો હતો એસટી બસ ચાલકે ફોર વ્‍હીલર ને ટક્કર મારતાં ફોર વ્‍હીલર રોડ પર પલટી ખાઈ ગઈ હતી જેમાં સવાર લોકો નો સામાન્‍ય ઈજા પહોંચી હતી ધટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં જ્‍યારે ફોર વ્‍હીલર નાં ટાયર ફાટી ગયાં હતાં અને ફોર વ્‍હીલર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી અકસ્‍માત જોતાં એવું લાગતું હતું કે આમા સવાર લોકો ને કુદરતે બચાવ્‍યા કહેવત છે રામ રાખે તેને કોણ ચાખે તે પ્રમાણે કાર નો ભુક્કો બોલી ગયો હતો અકસ્‍માત જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા ધટના સ્‍થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતીમોટી  જાનહાનિ અટકી હતી 

(11:24 AM IST)