તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
જામનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભૂદેવના આરાધ્યદેવ પરશુરામ જન્મોત્સવની ઉજવણી
ઓમ ટ્રેનીંગ સેન્ટરમાં ભગવાન પરશુરામજીના વેદોક્ત પૂજન ની સાથે હોમાત્મક મહાયજ્ઞ યોજાયો: બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૯ : જામનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની આજે વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.
દિગઝામ નજીક આવેલા ઓમ ટ્રેનીંગ સેન્ટરમાં આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી નું વેદોક્ત પૂજન રાખવામાં આવ્યું હતું, જેની સાથે સાથે હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. ત્યારબાદ બીડું હોવામાં આવ્યું હતું, અને પરશુરામ ભગવાનનું પૂજન અર્ચન કરાયું હતું.
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ ની રાહબરીમાં જયદીપભાઇ રાવલ, સુનીલભાઈ જોશી, સીમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, અને ભાર્ગવભાઈ પંડ્યા સહિતની ટીમ દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
