<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કાલે જસદણ ગુરૂકુળનો શિલાન્‍યાસ સમારોહ યોજાશેઃ ૧૦૮ કાર બાઇકની રેલી

પૂ. દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી, પૂ. દેવપ્રસાદદાસજી સ્‍વામી, પૂ.ભકિતજીવનદાસજી પૂ. ધર્મવલ્લભદાસજી સ્‍વામી, કુંવરજીભાઇ બાવળીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૨૯: શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાન આઝાદીના વર્ષ ૧૯૪૭માં સ્‍થપાયેલ સંસ્‍થા છે. રાજકોટ સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થા દ્વારા ૬૩ થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્‍યારે વધુ એક શાખા એટલે ૬૪ મી શાખા સ્‍વરૂપે જસદણ ગુરૂકુળનો શિલાન્‍યાસ સમારોહ જસદણ ખાતે યોજાવાનો છે. તારીખ ૩૦-૪-૨૦૨૫ ને બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે ૮ કલાકે જસદણ આટકોટ હાઇવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્‍ડની પાછળ ખાતમુર્હુત તથા શિલાન્‍યાસ સમારોહ ભવ્‍યતાથી યોજાશે. આ પ્રસંગે સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાના મહંત પરમ પૂજ્‍યદેવકળષ્‍ણદાસજી સ્‍વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા ભક્‍તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે. સુરત ગુરૂકુળના પૂજ્‍ય ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂકુળનું નિર્માણ કાર્ય યોજાશે. ૪૦ વીઘામાં નિર્માણ પામનાર આ ગુરૂકુળમાં હોસ્‍ટેલ વિભાગમાં ૫૦ અદ્યતન રૂમ બનશે. સ્‍કૂલ વિભાગમાં ૫૦ મોર્ડન

ક્‍લાસરૂમ બનશે. એ ઉપરાંત પ્રાર્થના હલ, કોમ્‍પ્‍યુટર લેબ, સ્‍ટાફ રૂમ, ક્રિકેટ ગ્રાઉન્‍ડ સહિતનું સ્‍પોર્ટસ

કોમ્‍પ્‍લેક્‍સની સ્‍ટાન્‍ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરૂકુળ ખાતે ધોરણ ૧ થી ૧૨ અંગ્રેજી મંડયમ તથા ગુજરાતી મીડીયમની અભ્‍યાસની સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. વિદ્યા એટલે કે આધુનિક શિક્ષણ, સદવિદ્યા એટલે કે હિંદુ સંસ્‍કળતિના મૂલ્‍યો તથા બ્રહ્મ વિદ્યા એટલે કે મોક્ષમુલક સંસ્‍કારોના ત્રિવેણી સંગમ સમાન આ ગુરુકુલ નિર્માણના મુખ્‍ય ભૂમિદાતા વિપુલભાઈ સુળીયા (શ્રી હરિ નમકીન) ઉપસ્‍થિત રહેશે. ખાતમુર્હુત તથા શિલાન્‍યાસ ઉત્‍સવના યજમાન જયેશભાઈ પાંભર- લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજીભાઈ પટેલ, હરિ ગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ મંત્રી ફુલભાઈ પાનસેરીયા, રાજકોટ જિલ્લા કલેકટર ઙ્કભવ જોશી  દિનેશ બાંભણિયા સહિતના સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્‍ટરો, વકીલો, અગ્રણીઓ સહિતના મોટી સંખ્‍યામાં હરિભક્‍તો ઉપસ્‍થિત રહેશે. છેલ્લા આઠ મહિના દરમિયાન હરિભક્‍તો દ્વારા શ્રી સ્‍વામિનારાયણ મહામંત્ર લેખન કરવામાં આવ્‍યું છે.

ભૂમિપૂજનમાં સ્‍વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવશે. સમગ્ર મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવા માટે જસદણના કૈલાશ નગર સ્‍વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનસ્‍વામીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે.

આ પ્રસંગે તારીખ   સવારે ૯ વાગ્‍યા સુધી અખંડ ધૂન યોજાશે. જે જગ્‍યાએ ભવ્‍ય ગુરુકુળનું નિર્માણ થનાર છે તે ભૂમિને વિશેષ પાવન કરવા માટે તારીખ ૨૮-૪ થી તારીખ ૩૦-૪ સુધી ભક્‍ત ચિંતામણી યજ્ઞ યોજાશે.

તા. ૩૦-૪ને બુધવારે સવારે ૭-૩૦ કલાકે ૧૦૮ કાર તથા બાઈકની અતિ ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. ભૂમિ પૂજન તથા શિલાન્‍યાસ સમારોહ સહિતના ધાર્મિક ઉપસ્‍થિત રહેવા જસદણ સ્‍વામિનારાયણ મંદિર ના સ્‍વામી ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે જેની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે બુધવાર નાં રોજ ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:28 AM IST)