<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મે માસમાં માવઠાઓ વરસશે ?

આઇએમડીના મોડેલ મેપમાં મે માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી માવઠા વરસે તેવા નિર્દેશ જોવા મળે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૯: એપ્રિલ માસ પુરો થવામાં હવે માત્ર બે દિ' બાકી છે ત્‍યારે પ્રિમોન્‍સૂન એકટીવિટીનો પ્રારંભ મે માસના પ્રથમ સપ્તાહમાં આઇએમડીના ટેન ડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપમાં જોવા મળે છે. તેમાં તો ગુજરાતનાં સૌરાષ્‍ટ્ર ને બાદ કરતા રાજયના અન્‍ય ભાગોમાં ઉપરાંત દેશના અન્‍ય રાજયો, ત્‍યાં સુધી કે રાજસ્‍થાનમાં પણ પ્રિમોન્‍સૂન એકટીવિટી અર્થાત ચોમાસા પૂર્વેના કમોસમી માવઠાઓનો વર્તાશે જોવા મળી રહયો છે. આ મોડેલ મેપ આપણે જાણે ભર ચોમાસાનો જોવા હોઇએ તેવો ભ્રમ થવા પામે જો નૈઋુત્‍વના ચોમાસા પહેલા પહેલા કમોસમી માવઠાઓનું અવતરણ વધુ થાય તો તે અંગે ભૂતકાળ જોઇએ તો કમોસમી વસાદી માહોલ વધ્‍યે ખરા ચોમાસાના આગમનમાં વિલંબ અર્થાત ચોમાસુ મોડું શરૂ થવુ અને ચોમાસાનો પ્રારંભ નબળો અવશ્‍ય જોવા મળ્‍યો છે.

જો કે આ લોંગ પીરીયડ ફોરકાસ્‍ટ મેપ ગણાય. મોડેલ મેપ્‍સમાં દર્શાવાયેલ વરસાદી માહોલ જે તે સમય અને સ્‍થળોએ આકાર લે તે નિヘતિ ન ગણાય. મોડેલ મેપમાં પરીવર્તનો થતા રહેતા હોય છે.

નૈઋુત્‍વના ચોમાસાના સમયસરના આગમન માટે હાલની ગરમીનું યથાવત રહેવું અને કમોસમી માવઠાઓનું ન વરસવું યોગ્‍ય ગણાય.

(11:29 AM IST)