તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં પરશુરામ જયંતીની ઉજવણીઃ આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી
અનેક જગ્યાએ શોભાયાત્રા, મહાપ્રસાદના કાર્યક્રમો રદઃ સાદાઇથી ઉજવતું બ્રહ્મસમાજ

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પરશુરામ ભગવાનની જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે. અને આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ છે.
અનેક જગ્યાએ શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો બ્રહ્મસમાજ દ્વારા રદ કરાયા છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ : આજે મંગળવાર ના રોજ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામ દાદા નો જન્મો ઉત્સવ હોય શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા ૪/૦૦ વાગે શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય આટકોટ ખાતે રાખેલ છે કથા પૂર્ણ થયા પછી પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બ્રહ્મસમાજ આટકોટ બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રા ન કાઢવાની જાહેરાત કરી અને કાશ્મીરમાં આતંકી હુમલામાં મળત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવનાર છે કાશ્મીરમાં પહેલગામ આંતકવાદીઓએ કરેલ કાયરતા પૂર્ણ હુમલામાં નિર્દોષ ૨૮ નાગરિકોના મળત્યુ ની ઘટનાને લીધે દેશમાં શોકનો માહોલ હોય ત્યારે પરશુરામ જયંતિ પાવન દિવસે બ્રહ્મસમાજ દ્વારા સાદાયથી પરશુરામ જયંતિ ઉજવવામાં આવશે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વેરાવળ
(દિપક કકકડ દ્વારા) વેરાવળ :.. શાષા અને શષાના પ્રખર જ્ઞાતા અને ભગવાનના આવતાર એવા ભગવાન પરશુરામજીની સોમનાથ તપોભૂમિ છે.હિરણ-સરસ્વતી અને કપીલા નદીના પવિત્ર ત્રિવેણી સંગમે પ્રાચીન સમયમાં ભગવાન પરશુરામે તપ કરી અહીં જ શિવજીને પ્રસન્ન કર્યા હતા.
જે સ્થળે હાલના રામમંદિર પાછળ ભગવાન પરશુરામનું મંદિર આવેલું છે. જલપ્રભાસ કુંડ, જલેશ્વર મહાદેવ.ઈન્દ્રેશ્વર મહાદેવ, શ્રવણેશ્વર મહાદેવ,સ્થળેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ સાથે આદિત્યપ્રભાસ કુંડ આ પરિસરમાં આવેલ છે.આ મંદિરનો જીર્ણોધ્ધાર-નૂતન મંદિર નિર્માણ અકકલકોટ નિવાસી ગજાનન મહારાજના હસ્તે ૧૯૭૧માં કરી સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરવામા આવ્યું છે. પ્રભાસપાટણમાં ભગવાન પરશુરામ પરિવાર સાથે સંકળાયેલા જમદગ્નેશ્વર મહાદેવ મંદિર ગામમાં આવેલું છે.ગીર-સોમનાથ જિલ્લાના ગીર મધ્યે જામવાળા ગીર પાસે સીંગોડા નદીના ધોધ પાસે જમદગ્ની આશ્રમ આવેલો છે. કહેવાય છે કે આ સ્થળ ઉપર ભગવાન પરશુરામના પિતા જમદગ્નીને આ સ્થળ ગમી જતા તેઓ ત્યાં સાધના કરવા રોકાયેલા. તેથી આ આશ્રમ જમદગ્ની આશ્રમ અને મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે.
સોમનાથ ખાતે બ્રહ્મસમાજ દ્વારા પરસુરામ ભગવાન ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવશે કાર્યક્રમ વિશે બ્રહ્મસમાજ ના અગ્રણી અને સોમનાથ કેટરીગ એસોસિયેશન ના પ્રમુખ મીલનભાઈ જોષી એ જણાવ્યું કે તાજેતરમાં કાશ્મીર મા નિર્દોષ લોકો ની હત્યા થવાથી પરસુરામ જયંતિ સાદગી થી ઉજવવામાં આવશે સોમનાથ ખાતે આવેલ પરસુરામ મંદિરે સવારના બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રો સાથે યજ્ઞ કરવામાં આવેલ અને યજ્ઞ પુર્ણ થયા બાદ પ્રસાદી લેવામાં આવશે તેમજ સાંજના સોમનાથ ટ્રસ્ટ ના સહયોગથી મહા આરતી કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ ના લોકો જોડાશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
