<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

સવારથી જ અગ્નિવર્ષા શરૂ થતા લોકો ગરમીથી ત્રાહીમામ

મહતમ તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી જતા બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી જ અગ્નિવર્ષા શરૂ થતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહતમ તાપમાન ૪૬ ડિગ્રીએ પહોંચી ગયું છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૯: જૂનાગઢમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે જ બપોરના મહત્તમ તાપમાન વધીને ૪૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. અને હજુ પણ તાપમાન વધવાની શકયતા હોવાથી લોકોને મુશ્‍કેલીમાં વધારો થશે.

નવા સપ્તાહની શરૂઆત ૪૨ ડિગ્રી તાપમાન સાથે થતાં ગઈ રાત્રે જુનાગઢનું તાપમાન ૨૬.૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨૩.૭ ડીગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું.

સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૫ કિલોમીટરની રહી હતી. આજે પણ સવારથી જ અગ્નિ વર્ષા શરૂ થઈ જતા મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહી શકે છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં  અંગ દઝાડથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.  ગરમીનો પારો વધીને ૪૨.૨ ડિગ્રીએ પહોંચતા અને બપોરે ગરમ લુ ફેકાતા લોકો પરસેવે નહાયા હતા.

ગોહિલવાડ પંથકમાં ગઈકાલે ગરમીમાં પાંચ ડિગ્રીનો વધારો થયો હતો . બપોરે ગરમ પવન ફૂકાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બપોરના સમયે શહેરના માર્ગો સુમસાન હતા. પંખામાંથી પણ ગરમ હવા ફેકાતી હતી.

ભાવનગરનું  મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૪.૦ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૮% હતું. જ્‍યારે પવનની ઝડપ ૨૨ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૪, મહતમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૭૩%, પવનની ગતિ ૯.૮ કિ.મી. રહી હતી

(1:21 PM IST)