<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પડધરીની મહિલાની તેર વર્ષની દિકરીનું રાજકોટથી અપહરણઃ દિયર શંકાના દાયરામાં

કચરા વીણવાની મજૂરી કરતી મહિલાએ પતિના અવસાન બાદ બીજા લગ્ન કર્યા છેઃ નવા પતિનો સગો ભાઇ ભગાડી ગયાની શક્‍યતાઃ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: પડધરી રહેતાં મહિલા, તેનો નવો પતિ કામની શોધમાં રાજકોટ આવ્‍યા હોઇ અને મહિલા લાલપરી પાસે માવતરના ઘરે બે દિવસ રોકાઇ હોઇ અહિથી પતિ-પત્‍નિ નાની દિકરીને લઇ પડધરી સામાન લેવા જતાં તેની તેર વર્ષની દિકરી નાના-નાનીના ઘરે રોકાઇ હોઇ અહિથી ગૂમ થઇ જતાં  પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો છે. તેની તેર વર્ષની દિકરી ગાયબ થઇ એ દિવસે જ દિયર પણ ગાંઠીયા બનાવવાની મજૂરી કરવા જવાનું કહીને ગાયબ થયો હોઇ તેના પર શંકા દર્શાવાઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે અપહૃત બાળાના પડધરી રહેતાં માતાની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે અપહરણનો ગુનો નોંધ્‍યો છે. મહિલાએ જણાવ્‍યું હતું કે મારા પતિ હયાત નથી. મારે તેર વર્ષની એક દિકરી  છે. મેં હવે બીજા લગ્ન કર્યા છે, તેને પણ આગલા ઘરનું સંતાન છે. અમે ચારેય પતિ-પત્‍નિ અને બે સંતાન અગાઉ રફાળીયા ગામે રહી કચરો વીણવાનું કામ કરતાં હતાં. ત્‍યાંથી પંદર દિવસ પહેલા જ મોરબી પાસે લજાઇચોકડીએ કારખાનામાં મજુરીએ જોડાયા હતાં. જ્‍યાં તેર વર્ષની દિકરી પણ કારખાને સાથે આવતી હતી. પણ તેના કાયમી મજુર વતનથી આવી જતાં અમને છુટા કરી દીધા હતાં. ૨૦/૪ના રોજ અમે પતિ-પત્‍નિ બે દિકરીને લઇ રાજકોટ કામની શોધમાં આવ્‍યા હતાં. અહિ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેલાલપરી-૫માં રોકાયા હતાં. અહિ મારા માતા-પિતા અને ભાઇઓ પણ રહે છે. અહિ અમે બે દિવસ રોકાયા હતાં.

એ પછી ૨૨/૪ના રોજ અમે પતિ-પત્‍નિ પડધરી અમારો સામાન લેવા ગયા હતાં. નાની દિકરીને સાથે લઇ ગયા હતાં જ્‍યારે તેર વર્ષની દિકરી મારા માતાના ઘરે રોકાઇ હતી. અમે એ દિવસે રાતે નવેક વાગ્‍યે પડધરી હતાં ત્‍યારે મારા ભાઇએ ફોન કરી કહેલુ કે તમારી દિકરી સાંજે સાતેક વાગ્‍યે કપડા સિલાઇમાં મુકવા બાજુમાં જાઉ છું કહીને નીકળ્‍યા બાદ પાછી આવી નથી. આથી અમે તરત જ રાજકોટ આવી ગયા હતાં અને દિકરીની આસપાસ શોધખોળ કરી હતી. સગા સંબંધીઓને ત્‍યાં પણ તપાસ કરી હતી. પરંતુ કોઇ પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. દિકરી ગુમ થઇ ત્‍યારે રીંગણી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો.

અમે તપાસ કરતાં ખબર પડી હતી કે મારી દિકરી ગૂમ થયાના બીજા જ દિવસે મારા બીજા પતિનો સગો નાનો ભાઇ (ઉ.વ.૨૬) પણ ગાંઠીયા વણવાની મજુરી કરવા જાઉ છું કહીને નીકળી ગયો છે. તેનો પણ સંપર્ક થતો નથી. આથી અમને શંકા છે કે મારો આ દિયર જ મારી દિકરીને ભગાડી ગયો હશે. તે અવાર-નવાર મારા પતિ સાથે ઝઘડા કરી રિસાઇને નીકળી જતો હોઇ ક્‍યાં રહે છે તેની ખબર નથી. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્‍સ. એમ. એસ. પંડયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:08 PM IST)