તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પોરબંદર અરબી સમુદ્રમાં વધુ એક કરોડોનું કન્સાઇમેન્ટ ?
૧પ દિવસ પહેલા ૧૮૦૦ કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ ગલ્ફ કન્ટ્રી સાઇડથી બીજુ મોટુ કન્સાઇમેન્ટ? : ડ્રગ્સનો જથ્થો પોરબંદરના દરીયામાંથી પસાર કરાવીને દક્ષિણ કાંઠા તરફ મોકલવાની પેરવી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: પંદરેક દિવસ પહેલા અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડની સજાગતાથી એટીએસએ ૧૮૦૦ કરોડનો ડ્રગ્સ જથ્થો ઝડપી લીધો હતો. ત્યાર પછી વધુ એક કરોડોનું ડ્રગ્સ કન્સાઇમેન્ટ અરબી સમુદ્રમાં લબકારા મારી રહયાનો ઇશારો થયો છે.
દેશ હિત માટે સમયાંતરે એલર્ટ કરતા અને સુરક્ષા સર્વે કરતા ડેન્જર અને ચાર્લી તથા રોબર્ટ અને રોઝી દ્વારા આ બીજા કરોડોના ડ્રગ્સ કન્સાઇમેન્ટનો આ શંકાસ્પદ ઇશારો કરવામાં આવ્યો છે.
દેશપ્રેમી ડેન્જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સુરક્ષા સર્વેના શંકાસ્પદ ઇશારા મુજબ અરબી સમુદ્રમાં વધુ કરોડોનું મોટું કન્સાઇમેન્ટ પોરબંદર અરબી સમુદ્રમાંથી હેમખેમ પસાર કરાવીને દેશના દક્ષિણ ભાગના અંતરીયાળ કાંઠા તરફ લઇ જવા માટે પેરવી થઇ રહી છે. જેનો સતાવાર કોઇ સોર્સ નથી.
કરોડોનાં ડ્રગ્સ કન્સાઇમેન્ટ સાથે આતંકવાદીઓનો ડોળો મંડાય રહયાની શંકા છે. ઇરાન-ઇરાક સાઇડથી ડ્રગ્સનો જથ્થા અંગે ગ્વાદર બંદર તથા આસપાસના અન્ય નાના બંદરો ઉપર સળવળાટ થઇ રહયાનું દેશ હિત માટેના ડેન્જર-ચાર્લી તેમજ રોબર્ટ-રોઝીના સર્વે ઉપરથી ઇશારો થયો છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
