તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 29th April 2025
જુનાગઢમાં પરશુરામ જન્મોત્સવ નિમિતે વિશાળ બાઇક રેલી

જુનાગઢ : સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદીની આગેવાની હેઠળ પરશુરામ ચોક ગિરનાર રોડ ખાતેથી આ બાઇક રેલી યોજાઇ હતી. જેને જયદેવભાઇ જોષી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, કે. ડી. પંડયા, હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા શૈલેષ પંડયા, શૈલેષ દવે, સનત પંડયા, પી. સી. ભટ્ટ, કમલેશ ભરાડ સહિત બ્રહ્મસમાજના ભાઇઓ બહેનોની વિશાળ સંખ્યામાં આ રેલીને પ્રસ્થાન કરાવેલ બાદમાં આ રેલી પંચહાટડી ચોક ઝાંઝરડા રોડ મધુરમ ભુતનાથ રોડ થઇ જુનાગઢથી ૬ કિ. મી. ના અંતરે ઇવનગર રોડ પર આવેલ પરશુરામધામ ખાતે સમાપન સાથે મહાઆરતી તથા ભોજન પ્રસાદ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
