<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્‍ટ્રેટ દિગ્‍વિજયસિંહ જાડેજા દ્વારા પાસા ધારા હેઠળ મોહસીન મન્‍સૂરીને જેલ હવાલે કર્યો

જાહેર સુલેહશાંતી ભંગ કરે તેવા કારણો જણાતા બુટલેગર કેટેગરીમાં અટકાયત કરવામાં આવી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૯: જિલ્લામાં જાહેર વ્‍યવસ્‍થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવળત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ ઘણા સમયથી જિલ્લા મેજિસ્‍ટ્રટશ્રી દિગ્‍વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સખ્‍ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

 કોડીનાર તાલુકાના રહેવાસી મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્‍સૂરી નામના ઈશમો દ્વારા તેઓના સહઆરોપી સાથે મળીને ભારતીય બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં કિ.રૂ.૫,૬૪,૩૦૦/ પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવળતિમાં પકડાયેલા. જે અંગેની કોડીનાર અને સોમનાથ મરીન પો. સ્‍ટે.માં તેઓ વિરુદ્ધ એફ.આઇ.આર. પણ નોંધાયેલ હતી.

આ ઈશમો ભવિષ્‍યમાં પણ આવી ગુન્‍હાહિત પ્રવળત્તિ ચાલુ રાખીને જાહેર વ્‍યવસ્‍થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિથી લોકોના જાહેર સ્‍વાસ્‍થ્‍ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કળત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીએ તા.૨૫/૦૪/૨૦૨૫ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા આરોપીને ખાસ જેલ ભુજના હવાલે કરવામાં આવેલ હતો.

(12:22 PM IST)