<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મોરબીમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી ઝડપાયા, એક ફરાર ગાંધીચોક, માર્કેટિંગ યાર્ડ

અને રેલવે કોલોનીમાં પોલીસની કાર્યવાહી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૯:  મોરબી શહેરમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં એ ડીવીઝન પોલીસે ગાંધીચોકમાં નોટ નંબરી તેમજ માર્કેટિંગ યાર્ડ અને રેલવે કોલોનીમાં તીનપતિનો જુગાર રમી રહેલા સાત આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમાં રેલવે કોલોનીમાં દરોડા દરમિયાન એક આરોપી પોલીસને જોઈ નાસી ગયો હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી હુસેન મહમદભાઈ ભટ્ટી, સુલતાન દિલાવરભાઈ મોવર અને આરોપી આસિફ યુસુફભાઈ કચ્‍છી નામના શખ્‍સોને ચલણીનોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૭,૬૯૦ કબજે કર્યા હતા.

બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબી યાર્ડમાં શાક માર્કેટ વિભાગમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી નરોત્તમ રિશાલસિંગ રાજપૂત અને વિવેક રાજેન્‍દ્રભાઈ કશ્‍યપ રહે.બન્ને માર્કેટિંગ યાર્ડ વાળાઓને રોકડા રૂપિયા ૪,૬૦૦ સાથે ઝડપી લીધા હતા. જ્‍યારે ત્રીજા દરોડામાં રેલવે કોલોનીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ગોપાલ બાબુભાઈ રાવા અને કિશન રામજીભાઈ ગરિયાને રોકડા રૂપિયા ૧૨,૮૦૦ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી કાનો ભુપતભાઈ ઠુંગા નાસી જતા પોલીસે ત્રણેય વિરુદ્ધ  ગુન્‍હો નોંધી નાસી ગયેલા કાનાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(1:21 PM IST)