તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
૫૩.૮૦ લાખના ૭૬ લાખથી વધુ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ધમકી આપી
ધ્રાબાવડનાં યુવાનની બોરવાવ અને તાલાલાના ૮ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૯: મૂળ માળિયા હાટીના તાલુકાના અને હાલ જૂનાગઢ રહેતા યુવાને ધંધા માટે આઠ શખ્સો પાસેથી ૫૩.૮૦ લાખ રૂપીયા વ્યાજે લીધા હતા જેની સામે રૂપિયા ૭૬ લાખથી વધુ દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની ફરિયાદ યુવાને કરતા પોલીસે બોરવા અને તાલાલા ૮ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળ માળિયાહાટીના તાલુકાના પ્રાબાવડના અને છેલ્લા ૬ માસથી જૂનાગઢના જોષીપરામાં ભાડે રહેતા નરેશ નરેશ ધીરૂ કોરીયાએ એક-દોઢ વર્ષ પહેલા તાલાળાના ગુંદરણ રોડ પર પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાન હતી.
ત્યારે માલસામાન લેવા માટે બોરવાવના હિરેન હરસુખ ભટ્ટ પાસેથી ૩૩ લાખ, પ્રકાશગીરી અમળતગીરી અપારનાથી અને ઉદયગીરી પ્રકાશગીરી અપારનાથી પાસેથી ૧૯ લાખ ત્યારબાદ ૨ લાખ, તાલાળાના ભરત બોરીચા પાસેથી ૮ લાખ, અશોકનાથ ઉર્ફે સુંદરનાથ રાવલ પાસેથી ૩૫ લાખ, પ્રવિણ નારણ કોટડીયા પાસેથી અઢી લાખ, વજુ મોહન વિરોજા પાસેથી ૯.૯૫ લાખ અને વિજય મેધનાથી પાસેથી ૨ લાખ રૂપીયા વ્યાજે લીધા હતા.
નરેશ કોરીયાએ આ લોકો પાસેથી કુલ ૫૩.૮૦ લાખ રૂપીયા વ્યાજે લીધા હતા તેના ૭૬.૩૪ લાખ રૂપીયા અલગ-અલગ વખતે રોકડા અને ગુગલ પે મારફત ચુકવી આપ્યા હતા છતાં આ શખ્સો વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા હતા.
ધંધામાં ખોટ જતા નરેશ કોરીયા તાલાળા દુકાન બંધ કરી જૂનાગઢ રહેવા આવી ગયો હતો. ત્યારે પણ આ શખ્સોએ મેસેજ કરી પેમેન્ટ આપી દેવા દબાણ કરી ધમકી આપતા હતા. આ અંગે નરેશ કોરીયાએ માળિયાહાટીના પોલીસને લેખિત અરજી આપી હતી. જેના જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
